ગુજરાતમાં ૨૦૧૪માં નોટામાં ચાર લાખથી વધારે મતો પડ્યા

0
9

અમદાવાદ,તા. ૨૮
દેશમાં વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં રાજકીય પક્ષો ચોકઠાઓ ગોઠવી રહ્યા છે. ભાજપની સામે સગવડિયા ગઠબંધનો બનાવવાની કવાયત ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ ૨૬ બેઠકો જાળવી રાખવાની કવાયત કરી રહ્યુ છે. આ તરફ કોંગ્રેસ પાર્ટી ૨૬માંથી વધુને વધુ બેઠકો આંચકી લેવા માટે પ્રયાસ કરી રહી છે. ચૂંટણીના પ્રારંભી થઇ રહેલા ચકરાવાની વચ્ચે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની કેટલીક રસપ્રદ થઇ રહેલી બાબતો આંકડાના માધ્યમથી સ્પષ્ટ થઇ રહી છે. લોકસભાની વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ચાર લાખ ૪૦ હજાર ૮૧૦ ગુજરાતી મતદારોએ ૨૬ લોકસભા બેઠકોમાં નોટામાં મત નાંખ્યા હતા. દાહોદ લોકસભા બેઠક પર સૌથી વધારે ૩૨૩૦૫ મત નોટામાં પડ્યા હતા. જામનગર લોકસભા બેઠક પર ૬૫૮૮ મત સૌથી ઓછા નોટામાં પડ્યા હતા. લોકશાહીમાં મતદાન એ સૌથી મોટો અધિકાર મતદારોને મળેલ છે. મતદારોએ પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરવો જાઇએ. મતદાર એ લોકશાહીના પ્રાણ તરીકે છે. લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા આપણા ભારત દેશમાં મતદાનને પવિત્ર ઉપજ ગણવામાં આવે છે. આ અંગે રાજકીય વિશ્લેષક અને ભાજપના નેતા ડો. જગદીશ ભાવસારને પુછવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે ચૂંટણીમાં દરેક મતદારોઅપક્ષ અને નોટાને મત કરવાથી દુર રહીને રાજકીય પાર્ટીના ઉમેદવારને જ મતદાન કરવુ જાઇએ અને લોકશાહીની સુરક્ષા કરવી જાઇએ. મતદાન ખુબ ઉપયોગી બાબત છે. તેમણે ભારતના ઉજ્જવળ ભાવિના નિર્માણ માટે અચુક મતદાન કરવા તમામ મતદારોને અપીલ કરી હતી. છેલ્લી લોકસભાની ચૂંટણી પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં નોટામાં પણ મોટી સંખ્યામાં મત પડ્યા હતા. દાહોદ લોકસભાની બેઠક પર સૌથી વધારે સંખ્યામાં મત નોટામાં પડ્યા બાદ આની ચર્ચા રાજકીય પંડિતોમાં જાવા મળી હતી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં જારદાર દેખાવ કરવા માટે પોત પોતાની રણણિતી પર કામ કરવાની શરૂઆત કરી દેવાઇ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY