રાજ્યમાં સરેરાશ ૯૭.૨૧ મિ.મી. વરસાદ, કમનસીબ ૯ જિલ્લાઓ વરાસાદ વિહોણા..!!

0
16

ગાંધીનગર,તા.૫
ગુજરાતમાં ઠેર ઠેર સારો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના ૨૮ જીલ્લાઓ અને ૧૫૯ તાલુકામાં વરસાદ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી સારો વરસાદ છે. રાજ્યમાં સરેરાશ ૧૧૭.૮૦ મીમી વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. જ્યારે હજી પણ રાજ્યના ૯ તાલુકા વરસાદ વિહોણા છે.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ થઈ રહ્યો છે પણ અમદાવાદમાં વરસાદે હજી ફુલ ઈન્ટ્રી મારી નથી. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં સૌથી સારો વરસાદ પડ્યો છે. ઉમરગામમાં ૭.૧૧ ઈંચ વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે વલસાડ અને વાપીમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે.
માંગરોળ અને ખેરગામમાં પણ સારી મેઘ મહેર થઈ છે. અહીં ૫ ઈંચ વરસાદ થતા ખેડૂતોમાં ગેલમાં આવી ગયાં છે. આણંદ જીલ્લા પર પણ વરૂણ દેવતાની કૃપા વરસી રહી છે. તેવી જ રીતે વિરપુરમાં પણ વરસાદ યથાવય છે. આણંદ અને વિરપુરમાં ૪ ઈંચ વરસાદ થયો છે.
રાજ્યના ૨૪ તાલુકામાં ૨ થી ૪ ઈંચ સુધીનો વરસાદ થયો છે. જ્યારે ૧૨૫ તાલુકામાં ૧ થી ૩ ઈંચ વરસાદ થયો છે. આ તાલુકાઓમાં વરસાદ અપેક્ષા કરતા ઓછો છે. જ્યારે હજી ૯ તાલુકા વરસાદ વિહોણા છે. અહીં લોકો કાગડોળે વરસાદની રાહ જાઈ રહ્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં આ વર્ષે ચોમાસાનો રાજ્યમાં સરેરાશ ૧૧૭.૮૦ મીમી. વરસાદ નોંધાયો છે. આ વરસાદ ચોમાસાના કુલ ૧૪.૧૮% વરસાદ વરસાદ પડ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY