મુંબઈ,તા.૫
રાજ્યના સ્ટેટ જીએસટી-કોમર્શિયલ ટેકસ ડિપાર્ટમેન્ટે જૂન મહિનામાં રિફંડ પખવાડિયાની ઉજવણી કરી હતી. તા.૧પથી ૩૦ જૂન સુધીમાં ઊજવાયેલા પખવાડિયા દરમિયાન અમદાવાદ ડિવિઝન-૧એ ૧૩૮૮ અરજીઓનો નિકાલ કર્યો હતો, જે અંતગર્ત ૩૮.૮૦ કરોડના સ્ટેટ જીએસટી રિફંડની ચુકવણી કરવામાં આવી હતી.
ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ૯૦ ટકા સ્ટેટ જીએસટી એક્સપોર્ટ રિફંડ કામગીરીના પેન્ડિંગ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ડિપાર્ટમેન્ટ દ્વારા રિફંડની કામગીરી અટવાયેલી હતી અને તેના કારણે નિકાસકારોના રિફંડનાં નાણાં અટવાતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને તેઓના વર્કિંગ કેપિટલની મુશ્કેલી પડતી હતી.
ડિપાર્ટમેન્ટમાં તથા ઉચ્ચ કક્ષાએ રિફંડ માટે રજૂઆત કરવામાં આવી હતી તેના પગલે ડિપાર્ટમેન્ટ દ્વારા રિફંડના પેન્ડિંગ કેસની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ૩પ૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ૮ કેસ પેન્ડિંગ છે, જેમનું ચૂકવણું પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સી-જીએસટી સેન્ટ્રલ જીએસટી દ્વારા પણ રિફંડની કામગીરી ઝડપભેર હાથ ધરાઇ રહી છે. સી-જીએસટી દ્વારા પણ એક અંદાજ મુજબ પ૦૦ કરોડથી વધુના રિફંડની ચુકવણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



