સેબીએ એન્જિનિયરિંગ ક્ષેત્રની ટોચની કંપનીને શેર બાયબેક માટે મંજૂરી ના આપી
ન્યુ દિલ્હી,તા.૧૯
એન્જિનિયરિંગ દિગજ્જ લાર્સન એન્ડ ટુબ્રોને જારદાર આંચકો લાગ્યો છે. કંપનીની રૂ. ૯,૦૦૦ કરોડની શેરબાયબેક યોજાનાને શેરબજાર નિયમનકારી સંસ્થા સેબીએ મંજૂરી આપવા ઇન્કાર કરી દીધો છે. શેરબજારને એક યાદીમાં કંપનીએ જણાવ્યા મુજબ સેબીએ શેરબાયબેક યોજનાના નહીં હાથધરવા જણાવ્યું હોવાથી કંપની ૯,૦૦૦ કરોડના શેરબાયબેક પ્રોગ્રામને હાથ નહીં ધરે.
‘શેરબાયબેક (સંભવિત સંપૂર્ણ રકમના શેર પરત ખરીદી લેવાય) બાદ કંપનીના ત્રિમાસિક એકત્રિત પરિણામોને જાતા તેમના સુરક્ષિત અને અસુરક્ષિત દેવાનો સરેરાશ દર ભરપાઈ મૂડી તેમજ મુક્ત અનામતો કરતા બમણો થાય છે. પરિણામે કંપની કાયદા અને સેબીના નિયમો મુજબ બાયબેક ઓફરનું અનુપાલન નથી થઈ રહ્યું,’ તેમ કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું.
કંપની દ્વારા ૬.૧ કરોડ શેર આશરે રૂ.૧,૪૭૫ પ્રતિ શેરના ભાવે ખરીદવાની બાયબેકમાં યોજના હતી જેને પગલે એલએન્ડટી બાયબેક પ્રોગ્રામ અંતર્ગત કુલ રૂ. ૯,૦૦૦ કરોડના શેર પરત ખરીદવા માંગતી હતી. આ ઓફર ૧૫ ઓક્ટોબર સુધી શેર ખરીદેલા શેરધારકો માટે ઓપન હતી. કંપની દ્વારા શેરબાયબેક કરવાથી ઓપન માર્કેટમાં રહેલા શેરનો હિસ્સો ઘટી જાય છે. શુક્રવારે બીએસઈમાં કંપનીના શેરનો ભાવ ૨.૦૭ ટકા ઘટીને રૂ. ૧,૩૧૮.૨૫ બંધ રહ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





