અમદાવાદ,તા.૨૬
ગુજરાત હાઇકોર્ટના રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ હેઠળ અરજીની ફીના નિયમોને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજીમાં એવી રજુઆત કરાઇ છે કે આરટીઆઇ હેઠળ અરજી કરવાના દેશના અન્ય રાજયોની સરખામણીએ ગુજરાત હાઇકોર્ટ પાંચ ગણી વધુ ફી વસુલે છે. મીનીસ્ટ્રી ઓફ પર્સોનલ અને પબ્લીક ગ્રીવન્સ વિભાગ દ્વારા વર્ષ ૨૦૦૫માં નિયમ બનાવ્યો છે જેમા ફીની અરજી કરવાની ૧૦ રૂપિયા ફી નક્કી કરાઇ છે.
પરતું ગુજરાત હાઇકોર્ટ આ નિયમોની ઉપરવટ જઇને નવા નિયમો ઘડયા છે અને ફીની અરજી માટે રૂપિયા ૫૦ ફી વસુલે છે. કેન્દ્ર સરકારના સબંધિત વિભાગે હાઇકોર્ટને પત્ર લખીને માત્ર ૧૦ રૂપિયા વસુલવા આદેશ કર્યો છે છતા આજદિન સુધી મનઘડત ફી વસુલી રહી છે. તા.૩૧-૭-૨૦૧૭ના એક નોટિફિકેશન બહાર પાડીને એકસરખી વસુલવા નિયમ બનાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટ ઇન્ડીયાની ૧૧ રાજયોની હાઇકોર્ટ દ્વારા માહિતી અધિકાર હેઠળ અરજી કરવા માત્ર રૂપિયા ૧૦ વસુલવામાં આવે છે. આ અંગે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. જેની વધુ સુનાવણી ૨૮ નવેમ્બરે હાથ ધરાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



