ગાંધીનગર,તા.૨૬
રાજ્ય સરકારે ચાલુ વર્ષે જાહેર કરેલા નવરાત્રિ વેકેશનનો વિવાદ હજુ પૂરો થયો નથી ત્યારે હવે શાળાઓમાં દિવાળી વેકેશનને લઇને વિરોધનો વંટોળ શરૃ થઇ ગયો છે. જેમાં રાજ્ય શિક્ષણ બોર્ડે જાહેર કરેલા ૧૪ દિવસના દિવાળી વેકેશન સામે ૨૧ દિવસનું વેકેશન જાહેર કરતા શિક્ષણ જગતમાં ઉહાપોહ મચી ગયો છે. એવામાં હવે ખાનગી શાળાઓ ૨૧ દિવસના દિવાળી વેકેશન માટે જીદે ચઢી હોય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને તે અંગે રજૂઆત પણ કરી દેવામાં
આભાર – નિહારીકા રવિયા આવી છે.
નોંધનીય છે કે, શિક્ષણ બોર્ડે જાહેર કરેલા ૮ દિવસના નવરાત્રિ વેકેશનને સુરતની ખાનગી શાળાઓએ જાકારો આપ્યો હતો. હવે બોર્ડના ૧૪ દિવસના દિવાળી વેકેશનથી વિપરીત ખાનગી શાળાઓએ ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરીને રાજ્ય સરકાર, શિક્ષણમંત્રી સામે બાંયો ચઢાવી છે. એટલું જ નહીં, ખાનગી શાળાઓએ ૨૧ દિવસનું જ દિવાળી વેકેશન આપવાની જીદ પકડી હોય હવે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પણ તે અંગે રજૂઆત કરીને સમગ્ર મુદ્દે પુનઃવિચારણા કરવાની અરજ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





