ગુજરાતમાં હાર્દિકના સમર્થનમાં ઠેર ઠેર દેખાવો, ૨૦૦ જેટલી બાઇકો ડિટેઇન

0
8

ગાંધીનગર,તા.૬
અનામત આંદોલન અને ખેડૂતોના પ્રશ્ન માટે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૩મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં નેતા અને સામાન્ય લોકો આવી રહ્યા છે.હાર્દિક પટેલના અનામત તથા ખેડૂતોની દેવા માંફીને લઇને ઉપવાસ પર બેઠો છે. સરકાર હાર્દિકની માંગ વિશે વિચારણા કરે તે માટે રાજ્યમાં અનેક જગ્યાઓ પર પાટીદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે અરવલ્લીના બાયડમાં પાટીદાર યુવાનો દ્વારા મંજૂરી વિના રેવી કાઢતા હોબાળો થયો છે.
આ હોબાળામાં પોલીસે ૨૦ પાટીદારોની અટકાયત કરી છે. તથા ૨૦૦ જેટલી બાઇકો ડિટેઇન કરવામાં આવી છે. આ પાટીદાર યુવાનો હાર્દિકના સમર્થનમાં આવેદન પત્ર આપી રેલી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમની પોલીસે અટકાયત કરી લીધી છે.
હાર્દિકની માંગને સરકાર માને તેને લઇને મોરબી રાજકોટ હાઇવે પણ પાટીદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાજકોટ તથા મોરબીમાં પાટીદારો હાર્દિકને સમર્થન આપવા માટે રોડ પર ઉતરી આવીને રસ્તાઓ રોકી રહ્યા છે. જ્યારે કાગદડી ગામ પાસે પાટીદાર સમાજના લોકોએ ચક્કાજામ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY