અમદાવાદ,તા.૧૭
અનામતથી થતા અન્યાયના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજી સરદાર પટેલ સેવા દળ(એસપીજી) દ્વારા કરવામાં આવી છે. બંધારણની જાગવાઈ મુજબ સરકારે અનામત આપી પણ અનામતવાળાને અનામત ઉપરાંત વધારાના લાભ આપ્યા તેની સામે જાહેર હિતની અરજીમાં વાંધો ઉઠાવાયો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓછી પરીક્ષા ફી, સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓછા માર્કે પાસ થવું, નોકરીમાં વધુ ઉંમરનો લાભ, પરીક્ષાના વધુ ટ્રાયલ જેવા લાભ ઉપરાંત વધારાના લાભ હોવાનો અરજદારે દાવો કર્યો છે. અનામતવાળા ઉમેદવારો મોટેભાગે શહેરમાં રહેતા પરિવારમાંથી આવે છે, જેથી ફી ભરી શકે તેમ હોય છે, તેમ અરજીમાં જણાવાયું છે.
અરજીમાં દાવો કરાયો છે કે, અનામતવાળા ઉમેદવારો હાલ પુરતાં પ્રમાણમાં મળે છે અને ઓપન સીટોમાં ભાગ પડાવે છે. ઓછા માર્કે પાસ કરવાની કે વધુ ઉંમરનો લાભ આપવાની જરૂર ન હોવા છતાં સરકાર આ લાભ આપી રહી છે તે બંધ થવા જાઈએ તેવી અરજદારે માંગ કરી છે.
અરજદારનો દાવો છે કે, માત્ર મતબેંક ઊભી કરવા માટે આ પ્રકારના વધારાના લાભ અપાયો છે. આવા લાભ આપતા પહેલાં કોઈપણ પ્રકારનો સર્વે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી માહિતી પૂરી પાડ્યા વગર છેલ્લા સિત્તેર વર્ષથી આવા લાભ અપાય છે, જેના કારણે લોકોને અન્યાય થાય છે .
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






