ગરૂડેશ્વરના સામાજિક કાર્યકરે વિકાસ કામો અંગે 16 મુદ્દાઓની આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી,બાદ સરપંચે એના ગ્રુપના માણસોને દબાણ હટાવવા નોટિસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા બાબતની કલેકટર અને ડીડીઓને ફરિયાદ કરી.
રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એક સામાજિક કાર્યકરે ગરૂડેશ્વર ગ્રામ પંચાયતના વિકાસ કામો મુદ્દે આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી.તો સરપંચ દ્વારા એની રિષ રાખી સામાજિક કાર્યકરના ગ્રુપના માણસોને દબાણો હટાવવા નોટિસ અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ લગાવી જિલ્લા કલેકટર અને ડીડીઓને આ મામલે ોગ્ય કા્યવાહી કરવા સામાજિક કાર્યકરે માંગ કરી છે.
ગરૂડેશ્વરના સામાજિક કાર્યકર વિજય તડવીએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે એણે પોતે ગરૂડેશ્વર ગ્રામ પંચાયતમાં થયેલા વિવિધ વિકાસ કામો અંગે 16 મુદ્દાની આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી.જેની રિષ રાખી સરપંચ બાબુ ભીખા વસાવાએ એમના માણસોને દબાણ હતાવવા નોટિસ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આપઘાત કરવા દુસ્પ્રેરીત કર્યા છે.આ નોટિસ આપવાનો અધિકાર ખરેખર તલાટીનો હોય છે.અમારું આખું ગામ સરકારી દબાણ પર વસેલું છે તો એમને કેમ કોઈ નોટીસ નથી અપાઈ,આમ કરવામાં સરપંચે પક્ષપાત અને સત્તાનો દુરુપયોગ કર્યો છે.ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટની રકમ ક્યાં કેટલી વપરાઈ એ જાણવાનો અધિકાર અમને છે જ તે છતાં સરપંચે રિષ રાખી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી નોટિસો મોકલી છે.આમ કરી સરપંચે અમારા ગ્રુપના માણસોને માનસિક ત્રાસ આપી આપઘાત કરવા દુસ્પ્રેરીત કર્યા છે.જેથી સરપંચને એના હોદ્દા પરથી દૂર કરી એની વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધાય એવી મારી માંગ છે.મારા પરિવારના સભ્યો હાલ માનસિક તાણમાં જીવી રહ્યા છે જો કોઈ અઘટિત ઘટના ઘટી તો એની સઘળી જવાબદારી ગરૂડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચની રહેશે એમ જણાવ્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




