પાકમાં રિક્ષાવાળાના બેન્ક ખાતાંમાં ત્રણ અબજ રૂપિયા જમા! વર્ષે ૩૦૦ રૂપિયા એકઠા માંડ માંડ કરી શકતો રીક્ષાવાળાનો પરિવાર અવાચક, ગરીબોના ખાતાંમાંથી વિદેશ મની ટ્રાન્સફરનો કારસો…

0
14
ઈસ્લામાબાદ,તા.૨૯
રિક્ષા હાંકીને ગુજરાન ચલાવનારા પાકિસ્તાનના રહેવાસી મોહમ્મદ રાશિદે હજુ હાલમાં જ ત્રણ વર્ષ આકરી મહેનત કરીને એક એક રૂપિયો બચાવીને પોતાની પુત્રી માટે એક સાઈકલ ખરીદી હતી. એવામાં તેને જેવો ખ્યાલ આવ્યો કે તેના બેન્ક એકાઉન્ટમાં ૩૦૦ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ છે તો તેના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને તે પરસેવો રેબઝેબ થઇ ગયો હતો. ૪૩ વર્ષીય રાશિદે કહ્યું હતું, ‘હું આ જાણીને ડરથી થરથર ધ્રૂજવા લાગ્યો હતો.’.
રાશિદ પાકિસ્તાનમાં ચાલતા મની લોન્ડરીંગ કૌભાંડનો નવો શિકાર છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાને આ કૌભાંડ ખતમ કરવા માટે નિર્ણય કર્યો છે. રાશિદને જ્યારે એફઆઈએ (ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)નો ફોન આવ્યો તો પ્રથમ તો રાશિદે વિચાર્યુ કે તે ક્્યાંક જઈને છૂપાઈ જાય પણ તેના મિત્રો અને પરિવારજનોએ સમજાવ્યો કે તે તપાસ અધિકારીઓને તપાસમાં મદદ કરે.
રાશિદનો આ મામલો છેલ્લા કેટલાક સપ્તાહથી પાકિસ્તાનમાં ચાલતી આવી જ છેતરપિંડીની ઘટનાઓમાંની એક છે. તમામ ઘટનાઓ એક જ રીતે બનતી રહે છે. કૌભાંડીઓ ગરીબોનાં એકાઉન્ટમાં મોટી રકમ મૂકી દે છે અને તેના પછી તેને અચાનક જ ખાલી પણ કરી દે છે. મની લોન્ડરીંગના ઉપાયથી અત્યાર સુધીમાં હજારો કરોડ ડોલર પાકિસ્તાનમાંથી બહાર મોકલી દેવાયા છે.
આમેય આતંકવાદના મામલે સમગ્ર વિશ્વ તેના પર માછલાં ધૂએ છે ત્યારે હવે મની લોન્ડરીંગ કૌભાંડના કારણે પેરિસ સ્થિત એન્ટી મની લોન્ડરીંગ મોનિટર ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ આ વર્ષે ફરીથી પાકિસ્તાનને વોચલિસ્ટમાં રાખ્યું છે. કેમકે પાકિસ્તાન ટેરર ફંડિંગનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાનની અનેક હસ્તીઓની યુએઈમાં બેનામી સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. જેમાં પીએમ ઈમરાન ખાનના બહેનનું નામ પણ સામેલ છે.(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY