લખનૌ,તા.૧૮
બહુજન સમાજ પાર્ટી(બીએસપી)ના સુપ્રીમો માયાવતી દિલ્હીથી લખનૌ રહેવા આવી ગયા છે. એ હવે પોતાના નવા બંગલા ૯, માલ એવન્યુમાં શિફ્ટ થઈ ગયા છે. નવા આલિશાન ગુલાબી મહેલમાં પ્રવેશતા જ માયાવતીએ કહ્યું કે, કાર્યકર્તાઓના પૈસાથી નવું ઘર બનેલું છે. ભાજપે જા મને બોગસ ઘોટાળામમાં ફસાવી ન હોત તો અમારા કાર્યકરો જાગૃત થયા ન હોત. પરંતુ એમણે ગિફ્ટના રુપમાં આપેલા પૈસાથી નવું ઘર બન્યું છે. આ ઘર ફક્ત મારું નથી પરંતુ પાર્ટી અને કાર્યકર્તાઓનું છે.
આલિશાન ગુલાબી મહેલ ૭૧ હજાર ચો.ફૂટમાં બનેલો છે, જે માયાવતીનું સત્તાવાર નિવાસ્થાન અને પાર્ટી ઓફિસ બંનેમાં ઉપયોગમાં લેવાશે. એની નજીક જ બીએસપીનું સત્તાવાર કાર્યાલય છે. આ આલિશાન બંગલો ખાસ ગુલાબી પથ્થરોથી બનેલો છે. આ આલિશાન મહેલ આંબેડકર પાર્ક જેવો છે.
બંગલામાં બગીચા ઉપરાંત મેમેરિયલ પણ છે. જ્યાં માયાવતીની મૂર્તિ લગાડેલી છે. આ બંગલામાં દલિત સમાજના લીડર્સની એક આર્ટ ગેલરી પણ છે. આ ગુલાબી મહેલની ડિઝાઈન અશોક સ્તંભ જેવી દેખાય છે. અહીંયા એ સ્તંભમાં માયાવતીની ચાર મુર્તિ જાવા મળે છે. અહીંયા એ નોંધવું રહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ માયાવતીએ જૂનો બંગલો ખાલી કરવો પડ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





