ગુરુગ્રામમાં ૧૬ વર્ષની કિશોરીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરાયું

0
21

ગુરુગ્રામ,તા.૧૮
દિલ્હીમાં કિશોરી પર બળાત્કારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ૧૬ વર્ષની કિશોરીની ફરિયાદ પ્રમાણે તેના પર આ મહિનાની શરૂઆતમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. કિશોરી નોર્થ-વેસ્ટ દિલ્હીમાં રહે છે. તેના પર ગુરુગ્રામમાં બળાત્કાર ગુજરાતમાં આવ્યો હતો. આ અંગે દિલ્હી પોલીસે ઝીરો ફરિયાદ નોંધીને ગુરુગ્રામ પોલીસને મોકલી આપી છે.
ગુરુગ્રામ સેક્ટર-૫૧ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કિશોરી ગયા મહિને અંકિત નામના એક વ્યક્તિના સંપર્કમાં આવી હતી. અંકિત તેની એક મહિલા મિત્રનો મિત્ર હતો. એટલે કે કિસોરીની એક મહિલા મિત્રએ તેની અંકિત સાથે ઓળખાણ કરાવી હતી.
ફરિયાદ પ્રમાણે અંકિતે આઠમી ઓક્ટોબરના રોજ તેને ગુરુગ્રામ આવવાનું આમંત્રણ આપ્યું હતું. બાદમાં અંકિત તેને કોઈ હોટલમાં લઈ ગયો હતો અને તેના પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. અંકિતે કિશોરીને ડ્રિંક સાથે કોઈ માદક પદાર્થ પીવડાવી દીધો હતો જેનાથી કિશોરીને તેની સાથે શું થઈ રહ્યુ્ં છે તેનું ભાન રહ્યુ્ં ન હતું.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, દુષ્કર્મ બાદ અંકિતે તેને આ અંગે કોઈને પણ વાત નહીં કરવાની ધમકી આપી હતી. આ વાત કોઈને કહેશે તો તેનું પરિણામ સારું નહીં આવે એવી પણ ધમકી આપી હતી.
કિશોરીના જણાવ્યા પ્રમાણે અંકિત ક્યાં રહે છે તેના વિશો તેને કોઈ માહિતી નથી. એટલું જ નહીં બળાત્કાર ગુજાર્યા બાદ અંકિતનો મોબાઇલ નંબર પર બંધ આવી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY