ન્યુ દિલ્હી,તા.૨૨
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુરુદાસ કામતનું ૬૩ વર્ષની વયે નિધન થયું છે. કામતે ૬૩ વર્ષની વયે નવી દિલ્હીની ચાણક્્યપુરીમાં આવેલી એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કામત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વ‹કગ કમિટિના મહાસચિવ અને કોંગ્રેસ વ‹કગ કમિટિના સભ્ય રહી ચુક્્યા છે, તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ રહી ચુક્્યા છે.
ગુરુદાસ કામત રાજકારણીની સાથે સાથે વ્યવસાયે વકીલ હતા. તેમણે મુંબઈની આર.એ.પોદાર કોલેજમાંથી કોમર્સ સ્નાતકની પદવી મેળવી છે. આ ઉપરાંત તેમણે મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાંથી લોની ડીગ્રી મેળવી હતી.
કામત વર્ષ ૨૦૦૯માં મહારાષ્ટ્રની મુંબઈ નોર્થ-વેસ્ટ બેઠક પરથી કોંગ્રેસના સાંસદ રહી ચુક્્યા છે. ત્યાર બાદ તેઓ વર્ષ ૧૯૮૪, ૧૯૯૧, ૧૯૯૮ અને ૨૦૦૪માં મુંબઈની નોર્થ ઇસ્ટ બેઠક પરથી સાંસદ રહી ચુક્્યા છે. ૨૦૦૯થી ૨૦૧૧ના વર્ષ દરમિયાન તેઓ યુપીએ સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી ચુક્્યા છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપના કિરીટ સૌમેયા સામે ચૂંટણી હારી ગયા હતા.
૨૦૧૬ના વર્ષમાં કામતે પાર્ટીથી નારાજ થઈને પક્ષના પ્રાથમિક સભ્યપદ અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ પાર્ટીમાંથી નિવૃત થઈ રહ્યા છે. રાજીનામું આપતા પહેલા તેમણે પાર્ટીના સભ્યોને એક પત્ર પણ લખ્યો હતો. જાકે, બે અઠવાડિયા બાદ તેમણે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું.
કામતના નિધન પર કોંગ્રેસ મહાસચિવ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતો શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટિ્વટ પર લખ્યું કે પાર્ટી માટે આ નુકસાન છે. તેઓએ લખ્યું કે સિનિયર કોંગ્રેસી નેતા ગુરુદાસ કામતના અચાનક નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમના પરિવારના સભ્યો પ્રતિ મારી દીલથી સંવેદના. ભગવાન આ નુકસાનને સહન કરવાની તેમને શક્તિ આપે. તેમની આત્માને શાંતિ મળે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




