ફોનમાં આપોઆપ એપ ઇનસ્ટોલ થયા બાદ વેપારીના ૬૦ હજાર ઉડી ગયા!

0
8

ગુરુગ્રામ,તા.૮
ગુરુગ્રામમાં સાઇબર ક્રાઇમની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૫૨ વર્ષીય એક બિઝનેસમેનના મોબાઇલ ફોનમાં એક એપ ઈનસ્ટોલ થઇ જતા તેમના બેન્ક એકાઉન્ટમાંથી ૬૦,૦૦૦ રૂપિયા કપાઇ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, કથિત રીતે પીડિત બિઝનેસમેન દ્વારા આ એપ ઈનસ્ટોલ કરવામાં આવી હતી, ત્યારબાદ ગઠીયાઓએ ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારી તરીકેની ઓળખ બતાવી તેમના ફોનમાં મોકલવામાં આવેલી લિન્ક પર ક્લિક કરવા જણાવ્યું હતું.
આ કેસની તપાસ કરી રહેલા અધિકારી એએસઆઇ મોહમ્મદ આઝાદે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૧૮માં થયેલી આ છેતરપિંડી વિરુદ્ધ આઇપીસીની કલમ ૪૨૦ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ૫૨ વર્ષીય પીડિત હરિશ ચન્દ્રને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે બે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા તેમના બેન્ક ખાતામાંથી ૬૦,૦૦૦ પડાવી લેવામાં આવ્યા હતા.
હરિશ ચન્દ્રએ જણાવ્યું હતું કે, તેમના ફોન નંબર પર લગભગ ૨.૩૦ વાગ્યે એક ઓટીપી પ્રાપ્ત થયો હતો, જે પોતાની જાતે જ બીજા નંબર પર મોકલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઘટનાની લગભગ ત્રણ દિવસ પહેલા તેમના ફોન પર એક મેસેજ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે તમારું આયકર રિટર્ન જમા કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મને એક લિન્ક પર ક્લિક કરવા જણવવામાં આવ્યું હતું. જેના પર ક્લિક કરતા એક એપ ઈનસ્ટોલથઇ હતી.
એએસસાઇ જણાવ્યું હતું કે, અમે નંબરને ટ્રેક કરી લીધો છે જેના પરથી ઓટીપી મોકલવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, નંબર પુણેમાં રજિર્સ્ડ છે. પરંતુ પોલીસે અત્યાર સુધી કોઇ ધરપકડ કરી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY