ગુરુગ્રામમાં હોટલના ટાયલેટમાં ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

0
96

ગુરુગ્રામ,
તા.૬/૩/૨૦૧૮

ગુરૂગ્રામના સેકટર-૧૫માં આવેલ એક ખાનગી હોટલમાં રવિવારે રાત્રે આયોજીત એક સમારંભમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બાળકી રમતા-રમતા પુરુષોના ટોયલેટમાં જતી રહી હતી. આરોપ છે કે ત્યાં હાજર ડીજીએ બાળકીને એકલી જાતા તેને યૌન ઉત્પીડન કરી. બહાર આવીને માસૂમે પિતાને બેડ ટચ અગે જણાવ્યું તો સચ્ચાઇ સામે આવી. પિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી આરોપીની ધરપકડ કરી લીધી.

પોલીસના મતે ક્રાસ રોડ હોટલમાં રવિવાર સાંજે એક ઉદ્યોગપતિના દીકરાનો લગ્ન સમારંભ હતો. પાર્ટીમાં પલવલ રહેવાસી રહોતિ ડીજે તરીકે આવ્યો હતો. મોડી રાત્રે લગભગ ૧૨:૩૦ વાગ્યે રોહિત ટોઇલેટ ગયો હતો. આ દરમ્યાન પાર્ટીમાં આવેલ ચાર વર્ષની બાળકી પણ ભૂલથી જેન્ટસ ટોયલેટમાં જતી રહી. આરોપ છે કે બાળકીને એકલા જાઇ રોહિતે તેને યૌન ઉત્પીડન કરી. બાળકીએ શોર મચાવી દીધો. આ દરમ્યાન ટોયલેટમાં બીજી વ્યક્તિ આવી ગઇ. ત્યારબાદ લોકોએ આરોપીને પકડી માહિતી પોલીસને આપી.

સિવિલ લાઇન્સ પોલીસસ્ટેશનના એસએચઓ નરેન્દ્રએ કહ્યું કે બાળકીના પિતાની ફરિયાદ પર પાક્સો એક્ટની અંતર્ગત એફઆઇઆર નોંધાઇ છે. આરોપીને અરેસ્ટ કરીને મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરાયો અહીંથી તેને ન્યાયિક કસ્ટડીમાં ભોંડસી જેલ મોકલી દેવાયો છે.

ડીજી ઓપરેટરે ગંદી હરકત કર્યા બાદ બાળકી બાથરૂમમાંથી બહાર આવીને સીધી પિતાની પાસે ગઇ. તેના પિતાને બેડ ટચ અંગે જણાવ્યું. તેના પર પિતા બાળકીને સાથે લઇ ટોયલેટમાં ગયા તો આરોપી ત્યાં જ હતો. બાળકીએ તેને ઓળખી લીધો.

પોલીસે હોટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજને પણ કેસમાં આરોપી વિરૂદ્ધ પુરાવો બનાવ્યો છે. ટોયલેટની બહાર ગેલેરીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બાળકી ટોયલેટની અંદરથી બહાર ગભરાયેલી બહાર આવે છે. અહીં બાળકીને પોતાનો પિતરાઇ ભાઇ મળ્યો જે અંદાજે ૧૫ વર્ષનો છે. બાળકીએ તેને કંઇ કહ્યું નહીં. બાળકીના ગયા બાદ આ કિશોર ટોયલેટમાં ગયો તો તેને અંદર ડીજે ઓપરેટર યુવકને જાયો. ત્યાં સુધીમાં બીજા લોકો અહીં બાળકીની સાથે આવી ગયો અને ઓપરેટરને પકડી પાડ્યો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY