લખનઉ,
તા.૬/૩/૨૦૧૮
ઉત્તરપ્રદેશની યોગી સરકારના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને કોમેન્ટ કરી. તેમણે કહ્યું કે, ‘રામ મંદિર અયોધ્યામાં નહીં તો શું ન્યુયોર્કમાં બનશે?’ યોગી સરકારમાં ધાર્મિક કાર્ય અને સંસ્કૃતિ તથા લઘુમતી વિભાગના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી સોમવારે ૫ માર્ચના રોજ મુસ્લિમ મહિલા સંમેલનમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે અયોધ્યા વિવાદ પર મધ્યસ્થી દ્વારા ઉકેલ કાઢવાની કોશિશોની વચ્ચે સમાધાનના ફોર્મ્યુલાને શિયા પર્સનલ લો બોર્ડ દ્વારા રદ કરવાને લઇને સવાલ કરવામાં આવ્યો. જેના પર પ્રતિક્રિયા આપતા તેમણે રામ મંદિરને લઇને આ પ્રતિક્રિયા આપી.
મંત્રીએ કહ્યું , “રામ મંદિર અયોધ્યામાં નહીં તો શું ન્યુયોર્કમાં બનશે? જ્યાં ભગવાન રામ જન્મ્યાં છે, ત્યાં મંદિર હોવું જ જાઇએ. આ વાત ભારતવર્ષમાં જન્મેલી પ્રત્યેક વ્યક્તિ માને છે. રામ મંદિર અયોધ્યામાં જ બનવું જાઇએ. આ વાત અમે પહેલા પણ કહી હતી, આજે પણ કહીએ છીએ અને આગળ પણ કહેતા રહીશું.”
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"