મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં દસ વૃક્ષો ઉગાડવાની શરતે બંદૂકનું લાયસન્સ

0
22

વૃક્ષો વાવવાથી કાર્ય પૂર્ણ નહીં થાય ૩૦ દિવસ સુધી માવજત પણ કરવી પડશે
ગ્વાલિયર,તા.૩
મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં બંદૂક રાખવાને પ્રતિષ્ઠા ગણવામાં આવે છે. યુવાનોના આ શોખને જાઇને જિલ્લા કલેક્ટરે નવો વિચાર અમલમાં મુકિયો છે. આ નવા નિયમ મુજબ દસ વૃક્ષ વાવવાની શરતે જ બંદૂકનું લાયસન્સ આપવામાં આવે છે.
બંદૂકનું લાયસન્સ મેળવવા ઇચ્છતા લોકોનું કાર્ય ફક્ત દસ વૃક્ષો જ વાવવાથી થઇ જશે નહીં તેમને એક મહિના સુધી તેનું જતન પણ કરવું પડશે. આ ઉપરાંત તેમણે વૃક્ષો સાથે સેલ્ફી લઇ કલેક્ટરને બતાવવી પડશે. ગ્વાલિયર જિલ્લાના કલેક્ટર અનુરાગ ચૌધરીએ જણાવ્યું છે કે જા કોઇ વ્યકિત પાસે વૃક્ષો વાવવાની જગ્યા ન હોય તો તેને વહીવટી તંત્ર દ્વારા જગ્યા બતાવવામાં આવશે.
અરજકર્તાએ પ્રથમ દિવસે અને ૩૦ દિવસ પછીના ફોટા પાડીને અરજફોર્મ સાથે જાડવા પડશે. અઆ ઉપરાંત મોકલવામાં આવેલા ફોટા સાચા છે કે ખોટા તેની ચકાસણી પણ કરવામાં આવશે. આ માટે સ્થાનિક અધિકારીને તપાસ માટે મોકલવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY