ઋષિકેશ,તા.૨૨
ઉત્તરાખંડ અત્યારે ફરવા જવાના હોવ તો તમને આ નિર્ણય કદાચ ન પણ ગમે. કારણ કે લોકોનું ઋષિકેશ ફરવા જવા પાછળનું મોટું કારણ રિવર રાફ્ટિંગ, પેરાગ્લાઇડિંગ જેવી રમતો પણ હોય છે. ઉત્તરાખંડ હાઇકોર્ટે ઋષિકેશમાં થતી રિવર રાફ્ટીંગ, પેરાગ્લાઇડિંગ જેવી પાણીની રમતો માટે સરકારને બે સપ્તાહનો સમય આપ્યો છે. જ્યાં સુધી યોગ્ય નીતિ નિયમ બનાવવાનો આદેશ આપ્યો છે. ત્યાં સુધી આ રમતો પર પ્રદેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ નિર્ણય પર્યાવરણમાં ફેલાઇ રહેલી અશુદ્ધતાને કારણે લીધો છે.
ઋષિકેશ નિવાસી હરિઓમ કશ્યપે હાઇકોર્ટમાં આ પાણીની રમતોને કારણે પર્યાવરણમાં ગંદકી સામે જનહિતની અરજી નોંધાવી હતી. તેમણે આમાં દલીલ કરતાં કહ્યુ કે સરકારે ૨૦૧૪માં ભગવતી કાલા તથા વિરેન્દ્ર સિંહ ગુસાઇને રાફ્ટિંગ કેમ્પ લગાડવા માટે કેટલીક શરતોની સાથે લાઇસન્સ આપ્યું હતું.
કોર્ટે રાફ્ટિંગ અને અન્ય જાખમી રમતો દરમિયાન થતી મૃત્યુંનું ઉદાહરણ આપીને મામલાની ગંભીરતાને સમજાવી અને સરકારને એક પારદર્શી પોલીસી બનાવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યુ કે રાફ્ટિંગ કરાવવાનો લાઇસન્સ અનુભવી પ્રોફેશનલ્સને જ આપવામાં આવે. તે વાત પર પણ જાર આપવામાં આવ્યું કે ટુરિઝમ જરૂરી છે પરંતુ પ્રકૃતિને દાવ પર લગાવીને નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



