પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલ ગાંધીધામ ની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.જાડેજા.ને બાતમી મળેલ કે પગે ચાલી જતી મહિલાઓના ઘરેણાની ચોરી કરતા રાહુલ ઉર્ફે ગોમદો રમેશભાઈ મહેશ્વરી તથા તેનો સાગરીત દીપશીંગ સરદારના ઓ ચોરીઓ કરે છે અને રાહુલ ઉર્ફે ગોમદો અંજાર તરફ મોટર સાઈકલ થી જઇ રહ્યો છે તેની વોચમાં રહી પકડી પાડેલા મજકુરના કબજામાંથી અંજાર પાસે મહિલાની ગળામાંથી ચેન ની પોતે તથા દિપશીંગ સરદારે મળી ચોરીની કબૂલાત કરેલ મજકુરના અંગ ઝડતી માંથી તે ચોરીનો સોનાની ચેન નો ટુકડો ૩.૩૭૦ ગ્રામ કિંમત રૂ.૯૮૫૦/- વાળો મળી આવતા તેમજ ચોરીને અંજામ આપવા માટે ઉપયોગ કરેલ મોટરસાયકલ જી.જે.૧૨-બી.જી-૦૩૦૨ બજાજ પલ્સર કિંમત રૂ.૪૦૦૦૦/- સાથે મળી આવતા સી.આર.પી.સી ક-૧૦૨ મુજબ મજકૂરને સી.આર.પી.સી. ક-૪૧(૧) ડી હેઠળ અટકાયત કરી વધુ તપાસ અર્થે અંજાર પોલીસ સ્ટેશન કરવામાં આવેલ છે અને આ સોનાની ચેન ની ચોરી અને અંજાર પોલીસ સ્ટેશન ફાસ્ટ ગુના રજીસ્ટર.નં-૧૩૩/૧૮ઇ. પી.કો. ક.૩૭૯,૧૧૪ મુજબ નો ગુનો તા.૨૦/૦૫/૨૦૧૮ ના રોજ જાહેર થયેલ છે આ કામગીરીમાં એલ.સી.બી ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.કે. ખાંટ પોલીસ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા તથા ડ્રાઇવર હરપાલસિંહ ઝાલા વિગેરે જોડાયા હતાં
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






