સ્થાનિકોએ અજગરને લાકડી કે પાઈપ ના સપાટા મારી મોતને ઘાટ ઉતારતા વન વિભાગ દ્રારા જવાબ લઈને ગુન્હેગાર ને પકડવાની તજવીજ હાથ ધરાઈ

0
308

ભરૂચ તાલુકાના હલદર ગામ ખાતે અજગર દેખાતાં ગામમાં ભયનો માહોલ છવાઈ જતાં ગામના ઈસમ દ્રારા આ અંગેની જાણ વન વિભાગ અથવા જીવદયા પ્રેમીઓને ન કરતા પોતાની જાતેજ લાકડી કે બીજી અન્ય કોઈ વસ્તુ વડે વન્ય જીવ અજગર ને સપાટા મારી મોતને ઘાટ ઉતારી દીધો

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચના હલદર ગામમાં ગતરોજ રાત્રીના ૯ વગ્યાના આસપાસ ગામમાં એક અજગર દેખાતાં ગ્રામજનો ગભરાઈ ગયા હતાં.પરંતુ ગ્રામજનો દ્રારા આ અંગેની જાણ ભરૂચ વન વિભાગના અધિકારીઓ કે જીવદયા પ્રેમીઓને ન કરતા ગામના એક ઈસમ દ્રારા વન્ય જીવ અજગરને લાકડી અથવા બીજી કોઈ અન્ય વસ્તુ વડે સપાટા મારી અજગરને મોતને ઘાટ ઉતારી પોતાના મોબાઈલ
માં ફોટાઓ પાડી સોશ્યલ મીડિયા
થકી લોકોને શેર કર્યા હતા.

આ વન્ય જીવ અજગર અનુસૂચિમાં સમાવેશ થયેલ હોવાથી બનાવની જાણ ભરૂચ વન વિભાગના અધિકારીઓને થતા ભરૂચ નોર્મલ રેન્જ ના આર.એફ.ઓ મહેન્દ્ર કથવાડિયા
તથા ભરૂચ વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્માને થતા તાત્કાલિક એક ટીમ હલદર ગામ પહોંચી હતી.

જોકે ગ્રામજનો દ્રારા અજગર અંગે પૂછપરછ કરતાં કોઈ સંતોષ કારક જવાબ ગ્રામજનો અને સરપંચ દ્રારા નહિ મળતાં કોઈક બાબતે છુપાવતા હોય તેમ લાગતાં સબ ડી.એફ.ઓ રાજ પટેલના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ મહેન્દ્ર કથવડિયા એ સ્થાનિક રહીશ હિમાંશુ વિનોદ પટેલના જવાબ લઈને ગુન્હાની ગંભીરતા જોતા વન વિભાગના અધિકારી ઓએ અગજરના ફોટાના આધારે તપાસ શરૂ કરી ગુન્હેગાર ને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વન્ય જીવને પકડવો કે મારવો કે તેની સાથે ફોટા પડાવવા ગુન્હો બનતો હોઈ કોઈ પણ વન્ય પ્રાણી કે જીવ દેખાય એટલે પ્રથમ વન વિભાગ કે જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવો જોઈએ.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY