વાંકાનેર તાલુકા પોલીસે તળાવમાં ડૂબકી લગાવી ! જાણો કેમ?

0
433

“બુટલેગરો ના નિતનવા કિમીયા
તો પોલીસ પણ સ્માર્ટ”

વાંકાનેરના વીરપર ગામે પાણીમાં છુપાવેલો લાખોનો દારૂ અને બીયરનો જથ્થો વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીના માર્ગદર્શન તથા વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જી.આર.ગઢવીની સુચના થી વાંકાનેર પોલીસ મથકના સુરેશભાઈ ચાવડા, અશ્વિનભાઈ ઝાપડિયા અને મુકેશભાઈ હકુભાઈ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા હરજીભાઈ રાણાભાઈ દેકાવાડીયા અને અરવિંદભાઈ ગોરધનભાઈ વીઝવાડિયાના કબ્જામાંથી વીરપર ગામે તલાવડીમાંથી  વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૦ કીમત રૂ.૪૨૦૦૦, બીયર ટીન નંગ ૩૦૯ કીમત રૂ.૩૦૯૦૦ અને મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૧૦૦૦ એમ કુલ મળીને ૭૩૯૦૦ના મુદામાલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર રાહુલ નગવાડિયા
મોરબી
9737075717

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY