હાલોલ સરદાર સરોવર નર્મદા નિગમ લી. અને દેવ નિગમની યોજના અંતર્ગત કર્મચારીઓ અને અધિકારીઓને રહેવા માટે વર્ષો પહેલા પાવાગઢ રોડ પર જૂની પોલીસ લાઈન પાછળ 186 મકાનો સહિત વસાહત ઓફિસો બનાવવામાં આવી હતી. જેમાં A.કેટેગરી ના 33 મકાન, B.કેટેગરીના 75 મકાન,.C.કેટેગરીના 70 મકાન, D.કેટેગરીના 6 અનેએક્ઝિક્યુટિવ એન્જીનીયર માટે બે મકાનો બનાવાયા હતા. સરદાર સરોવર નર્મદા નિગમ વસાહત લી નો રહેણાંક હેતુ સિદ્ધ થઈ ગયા બાદ તંત્રએ છેલ્લા દસેક વર્ષથી વસાહતને રેઢીયાળ મૂકી દેતા એક સમયની નંદનવન ગણાતી નર્મદા વસાહત વિરાન થવા લાગતા માલ સમાનની તસ્કરી કરવા તસ્કરો માટે દલા તરવાડીની વાડી સાબિત થઈ હતી.

રોડ થી અંદર વેરાન જંગલની સ્થિતિનું નિર્માણ થતા તસ્કરો ને મોકળું મેદાન મળી ગયું હતું. વસાહત માં છેલ્લા ઘણા સમય થી હાલોલ ની સ્થાનિક ચોર ટોળકી દ્વારા જ વસાહતોના મકાનો અને ઓફિસોને લાગેલી લોખંડની ગ્રીલો, બારી દરવાજા, નળની પાઇપો સહિત લોખંડના લાખોના માલની ચોરીનું,વસાહતના મકાનોમાં લાગેલી લોખંડની ગ્રીલ બારી દરવાજા, પાણીની ટાંકીથી મકાનો સુધી પહોંચતી પાણીની પાઇપ લાઇનો તસ્કરો ખોદી વગે કરી લાખોના માલ સમાનની ચોરી કરી ગયા નો પર્દાફાસ થયો છે સરકારની કરોડોની સંપત્તિ તંત્રની બિનજવાબદાર નીતિને લઇ સરકારને લાખોનું નુકસાન થવા પામ્યુ છે જો તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરાશે તો ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થશે

જસ્મીન શાહ હાલોલ Mo 9978787684
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




