ખેતમજુરી કરતા મધ્યપ્રદેશના આદિવાસી પરિવારના બાળકના મોતથી શોક
હળવદ તાલુકાના મયુરનગર ગામની વાડી વિસ્તારમાં આદિવાસી પરિવારનો દોઢ વર્ષનો બાળક વાડીમાં રમી રહ્યો હતો ત્યારે ટ્રેકટરની હડફેટે આવી જતા કમકમાટીભર્યા મોત નીપજ્યું હતુ. બનાવની જાણ હળવદ ૧૦૮ એમ્બ્યુલન્સને થતા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાના પગલે હળવદ પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામના અશોકભાઈ મોહનભાઈ કોળીની વાડીમાં રહેતા અને ખેતમજુરીનો કામ કરીને પેટીયુ રળતા મધ્યપ્રદેશના જાબુસા જિલ્લાના રાણાપુર ગામના સુરબાનભાઈ ખેરૂ (આદિવાસી)નો દોઢ વર્ષનો બાળક આકાશ વાડીમાં રમતો હતો ત્યારે અચાનક ટ્રેકટરની હડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે કમકમાટીભર્યાે મોત નિપજ્યું હતુ. આ બનાવની જાણ હળવદ ૧૦૮ એમ્બ્યુલન્સને થતા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલ લાવીને ફરજ પરના તબીબએ પી.એમ કરવાની તજવીજ હાથ ધરી હતી. અને આ બનાવની જાણ હળવદ પોલીસને થતા પી.એસ.આઈ સમા સહિતનો પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી આવીને વધુ તપાસ હાથ ધરી હતી
મયુર રાવલ હળવદ
મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




