હળવદમાં દશામાના વ્રત દરમિયાન યોજાતા લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયું

0
23

હળવદના લીમડાવાળા દશામાના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

દસ દિવસ ચાલતા દશામાના વ્રતનો આજે આખરી દિવસ હોય ત્યારે શહેરમાં આવેલ દશામાના મંદિર ખાતે ભાવિક ભકતોનો ઘોડાપુર ઉમટયું પડયું હતું. સાથે જ દશામાના વ્રત નિમિતે દસ દિવસ વ્રત દરમિયાન વિનોબા ગ્રાઉન્ડ ખાતે હળવદ દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું હતું. ત્યારે આજે લોકમેળોનો છેલ્લો દિવસ હોય આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. લોકમેળામાં આવેલ વિવિધ રાઈડ્‌સોમાં ભારે ધસારો જાવા મળી રહ્યો છે.
હળવદ તાલુકાના એકમાત્ર દશામાના મંદિરે ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. હાલ દશામાના વ્રત ચાલી રહ્યા છે. ત્યારે શહેરના લીમડાવાળા દશામાના મંદિરે સોમવારના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં બહેનોની દશામાના દર્શન કરવા ભારે ભીડ જાવા મળી હતી. તો સાથોસાથ વિનોબા ગ્રાઉન્ડ ખાતે હળવદ દ્રારકાધીશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લોકમેળામાં હજારો માનવ મહેરામણ મેળાને મહાલ્વા ઉમટી પડયું હતું. આમ છેલ્લા દિવસે દશામાના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મહાઆરતી, રાત્રે જાગરણ નિમિતે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાય છે. આમ શહેરના ધ્રાંગધ્રા રોડ પર આવેલ દશામાના મંદિરે ભકતોની ભીડ સાથે ભકિતમય વાતાવરણ બન્યું છે. સમગ્ર મેળા દરમ્યાન હળવદ પીઆઈ એમ, આર, સોલંકી માગદૅશન નીચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY