મુંબઈ,તા.૨૩
સંસ્કારી ફિલ્મો આપવા માટે પંકાયેલી કંપની રાજશ્રી પ્રોડક્શન્સે કરેલી જાહેરાત મુજબ એમની લેટેસ્ટ ફિલ્મ હમ ચારમાં ચારેચાર કલાકારો નવોદિતો હશે.
હમ ચારઃ ફ્રેન્ડ્સ આર ઓલ્સો ફેમિલી જેવી ટેગલાઇન ધરાવતા પોસ્ટરમાં રાજશ્રીએ કલાકારોનો ઉલ્લેખ કર્યો નહોતો. હવે તેમણે કહ્યું હતું કે દોસ્તો પણ આપણા પરિવારનો એક અનિવાર્ય હિસ્સો હોય છે એવું દર્શાવતો આ વિચાર અમે પહેલીવાર રજૂ કરી રહ્યા છીએ. પહેલા પોસ્ટરમાં ચારે પાત્રોએ પોતપોતાનો ચહેરો છૂપાવેલો હતો. હવે રજૂ થયેલા પોસ્ટરમાં ચારે ચાર કલાકારોને રજૂ કરાયા હતા. અભિષેક દીક્ષિત નિર્દેશિત આ ફિલ્મમાં પ્રીત કામાણી, અંશુમાન મલ્હોત્રા, સિમરન શર્મા અને તુષાર પાંડે રજૂ થઇ રહ્યાં છે.
રાજશ્રીની તવારીખમાં આ તેમની ૫૮મી ફિલ્મ છે જે આવતા વર્ષના પૂર્વાર્ધમાં રજૂ કરવાની તેમની યોજના છે. છેલ્લે રાજશ્રીએ ત્રણેક વર્ષ પહેલાં સુપર સ્ટાર સલમાન ખાનને ડબલ રોલમાં રજૂ કરતી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો રજૂ કરી હતી જે હિટ નીવડી હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર અને નીલ નીતિન મૂકેશ રજૂ થયાં હતાં. નીલે નેગેટિવ રોલ કર્યો હતો.
આ ફિલ્મમાં એવો વિચાર રજૂ કરાયો છે કે આજે જ્યારે સંયુક્ત પરિવારો રહ્યાં નથી ત્યારે નાનકડા પરિવારમાં દોસ્તો પણ સ્વજનો જેવા બની રહે છે. સુખદુઃખમાં આ દોસ્તો ભાગીદાર બને છે. સૂરજ બડજાત્યા ફિલ્મના નિર્માતા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






