મુંબઈ,તા.૨૩
ઈન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલની નોન-ફિચર ફિલ્મોની જ્યુરીના વડા વિનોદ ગણાત્રાએ કહ્યું હતું કે બોલિવૂડમાં ચાલી રહેલું મી ટુ આંદોલન સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો કીમિયો છે. બહુ ઝડપથી આ આંદોલન શમી જવાનું છે.
‘જે સાચું છે એ ટકી રહેશે બાકી બધું સમયની સાથે ભૂલાઇ જશે. આ તો વહેતી ગંગામાં હાથ ધોઇ લેવાનો સરળ રસ્તો છે. મી ટુ આંદોલનના નામે કેટલાંક સાવ અજાણ્યાં નામો મફત પબ્લીસિટી મેળવી રહ્યાં છે. તમે જાતાં રહો. બહુ ઝડપથી આ વાત ભૂલાઇ જવાની છે. અત્યારે જ આ કહેવાતું આંદોલન નબળું પડી ગયું છે ‘ એમ ગણાત્રાએ ચાલી રહેલા ફેસ્ટિવલની વાત કરતાં કરતાં કહ્યું હતું.
બોલિવૂડમાં મી ટુ આંદોલને તનુશ્રી દત્તાએ સિનિયર અભિનેતા નાના પાટેકર પર કરેલા આક્ષેપ પછી વેગ પકડયો હતો. તનુશ્રીએ છેક ૨૦૦૮માં બની રહેલી ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર નાનાએ પોતાની સાથે અણછાજતી છૂટ લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. એ પછી તો જાણીતી ઓછી જાણીતી અને સાવ અજાણી એવી કેટલીક અભિનેત્રીઓએ પોતાની સાથે લેવાયેલી કહેવાતી છૂટની વાતો કરવા માંડી હતી. ગણાત્રાએ કહ્યું કે આવી ઘણી વાતો સાવ ઉપજાવી કાઢેલી અને મફત પબ્લિસિટી મેળવવા માટે કરાયેલી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






