મેમુ ટ્રેનમાં ચઢવા જતાં નીચે પટકાતા એક ઈસમનો હાથ કપાયો….

0
94

સારવાર અર્થે ભરૂચ જનરલ હોસ્પિટલ માં ખસેડાયો…

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત રોજ તારીખ ૧૨/૩/૧૮ ના રોજ સાંજના ભરૂચ રેલ્વે પ્લેટફોર્મ નંબર ૧ રેલ્વે પોલીસ સ્ટેશનની સામે એક ઈસમ નામે દેસાઈ શના વસાવા ઉંમર વર્ષ ૪૦ રહેવાસી નવી નગરી નબીપુર નાઓ મેમુ ટ્રેન આવતાં તેમાં ચઢવા જતાં ટ્રેન ચાલું થઈ જતા હાથ સ્લીપ ખાતા નીચે પટકાતા તેનો ડબો હાથ કોણીના ભાગેથી કપાઈ ગયેલ જેની જાણ રેલ્વે પોલીસને થતા પોલીસ દ્રારા દેસાઈ ને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જે અંગે ભરૂચ રેલ્વે પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે….

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY