સોનામાં કેમિકલ મિક્સ કર્યું છતાં હનીફ વસા નામનો યુવક ઝડપાયો

0
19

જામનગર,તા.૨૪
જામનગર કસ્ટમ વિભાગે દાણચોરીનું સોનું ઝડપી પાડયું હતું. જામનગર કસ્ટમે દ્રારકાના રહેવાસી મોહમ્મદ હનીફ વસા નામના એક શખ્સને દાણચોરીના સોના સાથે ઝડપી પાડ્યો હતો. દસ દિવસ પહેલા દુબઈથી અમદાવાદ આવેલો મોહમ્મદ હનીફ એકબીજા સ્થળ પર ફરતો હતો.
જામનગર કસ્ટમની પ્રિવેન્ટીવ વિંગે બાતમીના આધારે મોહમ્મદ હનીફ વસાને જામનગરમાંથી ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી માટી સ્વરૂપમાં રહેલું ૭૭૫ ગ્રામ સોનું મળી આવ્યું હતું. જેની પ્રોસેસ કરાવતા તેમાંથી ૪૧૫ ગ્રામ ૧૩.૩૦ લાખનું શુદ્ધ સોનું મળી આવ્યું હતું. દાણચોરીથી સોનું લાવવાની નવી મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો, સોનામાં કેમિકલ મિકસ કરી દેવામા આવે છે. જેનાથી સોનાનો ઓરીજીનલ કલર જતો રહે છે અને માટી સ્વરૂપ થઈ જાય છે. સ્મગલર જયારે માટી સ્વરૂપ સોનું લઈ એરપોર્ટ પર આવે છે. ત્યારે એરપોર્ટના સ્કેનર પણ ગોલ્ડ સ્કેન થઈ શકતું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY