ઇટલીમાં ફૂટબોલ મેચના ઉત્સાહમાં કૂદ્યા ફેન્સ, એસ્કેલેટર તૂટતાં ૩૦ લોકો ગંભીર રીતે કચડાયા

0
131

રોમ,તા.૨૪
ઇટલીના રોમમાં આવેલા રિપબ્લિકા મેટ્રો સ્ટેશનમાં એસ્કેલેટર તૂટી જતાં ૩૦ લોકો ઘાયલ થયા છે. મંગળવારે મોડી સાંજે બનેલી આ ઘટનામાં સીએસકેએ મોસ્કો સામે રોમા ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ મેચના પ્રશંસકો ઘાયલ થયા છે. આ ઘટનાના સામે આવેલા ફૂટેજમાં ફૂટબોલ મેચ માટે જઇ રહેલા પ્રશસંકો રિપબ્લિકા અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાંથી બહાર આવી રહ્યા છે. તે દરમિયાન એસ્કેલેટર તૂટી જતાં લોકો એક પછી એક નીચે પટકાયા હતા. ઇટલીમાં આવેલી રશિયા એમ્બેસીના અધિકારીના જણાવ્યા અનુસાર, સીએસકેએ મોસ્કોની રોમા સાથેની ચેમ્પિયન્સ લીગ મેચ પહેલાં આ ઘટના બની છે. ઘાયલ થયેલા લોકોમાં રશિયન ફેન્સની સંખ્યા વધુ છે.
આ ઘટનાની જાણકારી બાદ ૧૦૦ જેટલાં ફાયર ફાઇટર્સ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓએ ઘાયલ થયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. રશિયન એમ્બેસીના અધિકારીના જણાવ્યા અનુસાર, ૩૦ લોકો ઘાયલ થયા છે તેમાંથી ૧૭ને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ૬ લોકો અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા છે.
સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી એક તસવીરમાં ફ્લોર પર લોહી અને તૂટી ગયેલા મેટલ જાવા મળે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY