હાંસોટ તાલુકાનાં ઉતરાજ ગામે મોસાળીયાઓનો ગમખ્વાર અકસ્માત : ૩ નાં મોત અને ૧૧ ઘાયલ

0
1081

હાંસોટ:

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ભરૂચના હાંસોટ તાલુકાના બોલાવ ગામનાં લોકો મોસાળુ ભરીને ઉતરાજ ગયા હતા. જોકે આ મોસાળીયા ઉતરાજ ગામે મોસાળુનો પ્રસંગ પૂરો કરીને એક ટેમ્પામાં બેસીને બોલાવ ગામે પાછા ફરી રહ્યા હતા. તે અરસામાં ઉતરાજ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ટેમ્પો પલટી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ત્રણ મોસાળીયા નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે અગિયાર લોકો ઘાયલ થયા હતા, જોકે ઘાયલ લોકોને હાંસોટ પાસે આવેલ કાકાબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY