હળવદ રાત્રે 11વાગ્યા પછી લારી ગલ્લા બંધ કરાવતા પીઆઈ, લુખ્ખા ઓ ની શાન ઢેકાણે આવશે.
હળવદ વૈજનાથ ચોકડી પાસે રાત્રીના 11વાગ્યા પછી જાણ કરી હોવા છતાં દુકાનો બંધ ન કરાતા પીઆઈ એ બંધ કરાવતા ચોકડી પર સન્નાટો,ચોકડી સૌ પ્રથમવાર સુમસામ, કોઈની પણ શેહશરમ નહી રખાય, પીઆઈ એમ આર, સોલંકી હળવદ શહેર માં કડક પીઆઈ નિમણુંક થતા વેપારીઓ શહેરીજનો માં ભારે આનંદ ની લાગણી ફેલાઈ છે. છેલ્લા કેટલાક સમયથી શહેર માં કોઈ કડક અધિકારી નહી આવતા શહેર માં પોપાભાઈ નું રાજ ચાલતુ હોય તેમ અસામાજિક તત્વો, લુખ્ખાગીરી રોમિયોગીરી ખુલ્લેઆમ કોઈપણ જાતના ડર વગર કરતા હતા, ત્યારે હળવદ શહેર ના નવ નિયુક્ત પીઆઈ એમ, આર, સોલંકી નિમણુક થતા કોઈની પણ સાડાબારી નહી રાખનાર અને કડક અધિકારી ની છાપ ધરાવતાં પીઆઈ એ લુખ્ખા અને અસામાજિક તત્વો ને કાયદાનુ ભાન કરાવા રાત્રીના અગિયાર વાગ્યા પછી શહેર ના ખણી પીણી ની લારી ગલ્લા બંધ કરાવવા માં આવેછે શહેર માં કાયદો વ્યવસ્થા બની રહે તે માટે ટાફીક વ્યવસ્થા રોમિયોગીરી જેવી વિવિધ સમસ્યા ઓ આગામી દિવસ માં હલ કરવા માં આવસે સાથે સાથે શહેર ના નિદોષ લોકો ને હેરાનગતિ ન થાય અને શહેરમાં અસામાજિક પ્રવૃતિ બંધ કરાવી શહેર ને ભયમુક્ત બનાવીશું તેમ જણાવ્યું હતું ,
નવનિયુક્ત પીઆઈ એમ આર સોલંકી ની કામગીરી ને બિરદાવી કડક કાયૅવાહી ચાલુ રાખવા શહેરીજનો માં માગણી ઉઠવા પામી છે.
મયુર રાવલ હળવદ, 9909458555
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"