યુવકને હોટલમાં લઇ જઇ પાડ્યા નગ્ન ફોટા, રૂ. ૩૦ લાખની કરી માગણી

0
78

રાજકોટ,
તા.૨૫/૦૩/૨૦૧૮

રાજકોટમાં હનીટ્રેપ,પોલીસે ત્રણ આરોપીએને ઝડપ્યા

કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી ૩૦ લાખની માંગણી કરતી બે મહિલા સહિત ત્રણને પોલીસે દબોચી લીધા હતા. ત્રણેયે કારખાનેદાર સાથે બળજબરી કરી બિભત્સ ફોટા-વિડીયો ઉતાર્યા હતા. જે વાઇરલ કરવાની ધમકી આપી કારખાનેદાર પાસે રૂપિયા ૩૦ લાખની ઉઘરાણી શરૂ કરી હતી. જેનાથી કંટાળીને કારખાનેદારે પ્ર-નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી વિગત મુજબ રિધ્ધી ઓઝા નામની યુવતી ભરત પટેલ નામના કારખાનેદારને ત્યાં નોકરી કરતી હોય બંને વચ્ચે પરિચય હતો. દરમિયાન થોડો વખત પૂર્વે રિધ્ધીએ વિવિધ બહાના હેઠળ ભરતને ફોન કરવાનું શરૂ કરી સંબંધો વધાર્યા હતા. ગત તારીખ ૨૨ના રોજ રિધ્ધીએ ફોન કરી ભરતને બહાર મળવા બોલાવ્યો હતો અને બંને ભરતની કારમાં ચોટીલાના એક ગેસ્ટહાઉસમાં ગયા હતા. જ્યાં રિધ્ધીએ પોતાના મદદગાર કિશન સિદ્ધપુરા અને સરોજ ડોડીયાને રૂમમાં બોલાવી લીધા હતા.

આ ત્રણેયે માર મારી રૂ. ૬૦૦૦ તેમજ આધારકાર્ડ બળજબરીથી પડાવી લીધા હતા. બાદમાં ભરતને બળજબરીથી નગ્ન કરી સરોજ સાથે તેના બિભત્સ ફોટા તેમજ વિડીયો ઉતાર્યા હતા. આ ફોટા-વિડીયો વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપી આરોપીઓએ ભરત પાસે રૂ. ૩૦ લાખની માંગ શરૂ કરતાં ભરતે પ્ર-નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છટકું ગોઠવી ત્રણેય આરોપી રિધ્ધી ઓઝા, સરોજ ડોડીયા અને કિશન સિદ્ધપુરાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY