સુરતમાં હાર્દિકના સમર્થનમાં વિદ્યાર્થીઓએ ધરણાં કરી ભાજપનો હુરિયો બોલાવ્યો

0
33

સુરત,તા.૬
હાર્દિક પટેલના સમર્થનમાં આજે વરાછાની કોલેજાના વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ધારુકા કોલેજ અને અમરોલી કોલેજના લગભગ ૧૫૦-૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતરી આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે અમરોલી કોલેજ બહાર ધરણા કરી ભાજપનો હુરિયો બોલાવતા ૫ જેટલા યુવાનોની અટકાયત કરી અમરોલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જ્યારે ધારુકા કોલેજ બહારથી ૩ યુવાનોની અટકાયત બાદ છૂટકારો થયો છે.
એક પાટીદાર યુવાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર જ શાંતિ જાળવવી રાખવા માંગતી ન હોય એમ કહીં શકાય છે. ૧૩ દિવસથી ખેડૂત અને પાટીદારોની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં આજે સુરતના વિદ્યાર્થી મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. ધારુકા કોલેજના ગેટ બહાર ૧૫૦-૨૦૦ વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. જેના પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમરોલી કોલેજ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠાં થયા છે. અને ભાજપનો હુરિયો બોલાવી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY