આરટીઓની સ્કૂલો પર લાલ આંખ, આૅવરલોડિંગ વાહનોનું કરાયું ચેકીંગ

0
18

અમદાવાદ,તા.૬
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજે વહેલી સવારથી પોલીસ અને આરટીઓ તરફથી દબાણ અને ટ્રાફિકની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં આરટીઓ દ્વારા મેગા ડ્રાઇવ કરી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
થોડા સમયથી શહેરમાં ટ્રાફિક અને પાકિંગ માટેની સમસ્યાનો ઉકેલ લાવ્યા પછી સ્કૂલોની બહાર થતાં બેફામ પા‹કગને રોકવા માટે શહેર આરટીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.
આ ચેકીંગમાં સ્કુલવાનની ગુણવત્તા, ફિટનેસ સર્ટિ, તેમજ ચાલકના લાયસન્સ, વાનમાં કેટલી ક્ષમતા છે તેથી લઇ યોગ્ય પ્રમાણે ગાડી ચલાવવામાં આવે છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ફિટનેસ સર્ટિફિકેટ વગરની સ્કૂલવાન પર કાર્યવાહી કરવામાં આવશે. આ માટે એશિયા ઈંગ્લિશ સ્કુલ, તુલીપ સ્કુલ, એચ.બી.કાપડિયા, ઉદગમ સ્કૂલ પર ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY