અમદાવાદ,તા.૧૨
પાસ કન્વીનર હાર્દિક પટેલે પોતાની અમાનત માગણીને લઇને આદરેલાં અનશનનો બિનશરતી ત્યાગ કરતાં પારણાં કરી લીધાં છે. હાર્દિકે પાણી ભલે શરદ યાદવના હાથે પીધું પણ અનશનનું પારણું ખોડલધામના નરેશ પટેલના હાથે કરી પાટીદાર સંસ્થાઓને મનાવી લીધી છે.બપોરે સવાત્રણે હાર્દિકે લીંબુ શરબત અને નાળિયેર પાણી પીને ઉપવાસનો અંત આણ્યો છે. હાર્દિક પટેલ ૨૫મી ઓગસ્ટ, ૨૦૧૮થી આમરણાંત ઉપવાસ પર બેઠો હતો. આ દરમિયાન તેની તબિયત નાજુક થતાં તેનો હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો.
પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યું કે સમાજ સામે ઝુકી, સરકાર સામે નહીં. ઉપવાસના પારણાં સમાજના માન માટે કર્યાં છે. પારણા ફકત વડીલોના માન-સન્માન માટે કર્યાં. સમાજના અગ્રણીઓના સન્માન માટે પારણાં કર્યાં. હું સરકાર સામે ઝુકીશ નહીં. જે લોકો મારા સમર્થનમાં ઉપવાસ કરી રહ્યાં છે તે પારણા કરી લેજા.ભગતસિંહ બન્યા તો દેશદ્રોહી બની ગયા, ગાંધીજી બન્યા તો નજર કેદ બની ગયા. અમારી લડાઇ ખેડૂતો માટે છે. અમે સમાજના વિરોધી નથી.
હાર્દિકે કહ્યું હતું કે ભગતસિંહ બનવા નીકળ્યો તો દેશદ્રોહી બની ગયો અને ગાંધીજી બનવા નીકળ્યો તો નજરકેદ થઈ ગયો. તેણે કહ્યું હતું પાટીદાર વડીલો અને અમારી વચ્ચે કોઈ મનભેદ કે નારાજગી નથી. હાર્દિકે કહ્યું હતું કે અમારી લડાઈ ખેડૂતો માટે છે, પાટીદાર સમાજના ગરીબના લોકો માટે છે. તેણે કહ્યું હતું કે સમાજ અમારો મા-બાપ છે અને હવે અમારા વડીલો પણ અમારી સાથે છે એટલે કોઈનાથી ડરવાની જરૂર નથી.
અમારી લડાઈ આલિશાન મકાન અને બંગલામાં રહેતા લોકો માટે નથી. અમારી લડાઈ તો ૫ વીઘામાં મહેનત કરતા સુરત, બાપુનગર, રાજકોટ કે અમદાવાદમાં ૧૦ કે ૧૫ હજાર રૂપિયા મહેનત કરતા મજૂરી કરતા જેના દીકરાને સારા માર્કસ હોવા છતાંય એડમિશન નથી મળતું, એવા લોકો જેમની પાસે ૭૫૦ રૂ છે. દેશી ખાતર દેવા માટે તે લોકોને ૧૪૫૦ થઈ ગયા આ લોકો માટે અમારી આ લડાઈ છે.
ભાજપ- કોંગ્રેસથી આપણે કંઈ મતલબ નથી. આપણે તો આપણા અધિકારોથી મતલબ છે. ભાજપ-કોંગ્રેસ આવીને ગઈ. કોણ ભાજપમાં હતું કોણ કોંગ્રેસમાં હતું એનાથી આપણને કોઈ જ ફરક નથી પડતો. આપણે સરકાર સામે આપણી વાત મુકવાનો પુરે-પુરો અધિકાર હોવો જાઈએ.
આપણા યુવાનોને જેલમાં પૂરી દીધા છે. તેને છોડાવવા માટેના પ્રયાસ કરજા. હું જેલમાં ગયો હતો ત્યારે મને પણ ખબર છે કે, ઘણાં બધા સમાજના આગેવાનો આવીને મને કહેતાં હતા કે, જામીન મળી જશે. પણ ૯ મહિના રહ્યો હતો. વડીલોથી જેટલું થાય એટલું કરજા, ન થાય તો ના પાડજા. તેનું અમને ક્્યારેય ખોટું નહીં લાગે. વડીલો છો થશે એટલું જ કહેવો ન થાય તેમ હોય તો ના પાડી દેજા. પોતાના બાવળા પર તાકાત છે કે આપણી સામે લડવાનાર સામે હિંમતથી લડીશું. ઉપવાસના પારણા ફક્તને ફક્ત તમારા માન અને સન્માન માટે કર્યા છે. લોકોને એ બતાવવું હતું કે, એ અમારા વડીલો છે. અમારી વચ્ચે કોઈ વાદ નથી કોઈ વિવાદ નથી. માન અને સન્માન છે. એટલા માટે આજે, તમારા હાથે અમે પારણાં કર્યા છે. હવે તો વધારે હિંમત આવી છે કે હવે તો સમાજના મારા વડીલો પણ મારી સાથે છે. હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. એ જ વાત સાથે આપની પાસે અપેક્ષા રાખું છું. એસ પી સ્વામિનો આભાર માનું છું.
શરમ મને નહીં, સરકારને આવવી જાઈએ. ખેડૂતોનાં માથે દેવું છે તેની ચિંતા સરકારને નથી. જીવીશું તો જીતીશું એ મુદ્દે મેં ઉપવાસ તોડ્યાં છે. ભાજપને ખેડૂતોનાં દેવા માફીની ચિંતા નથી. ખાતરમાં વધારો છતાં સરકાર ચિંતિત નથી. સરકાર લોકોનાં પ્રશ્નોને લઈને ગંભીર જ નથી. પોલીસે કાયદા અને મર્યાદાની વિરૂદ્ધ જઈને કામ કર્યું છે. લોકોએ સરકારની સદબુદ્ધી માટે રામધૂન બોલાવી.
ગુજરાતમાં આપણી વસ્તી ૧.૫ કરોડ હોવા છતાં આપણો સમાજ ઘણો લાચાર છે. ગઈકાલે અમે ડીસીપી જયપાલસિંહ રાઠોડને કહ્યું કે આવતીકાલે અમે પારણા કરીશું તો લોકોને મારા ઘરે પ્રવેશ કરવા દેવો. મંગળવારે રમેશભાઈ ગયાં ત્યારે ડીસીપીએ અમને કહ્યું કે રમેશભાઈ મારો બાપ નથી, મારો બાપ ભાજપવાળો છે, એ કહે એમ મારે કરવું પડે. તમે જા આવું ચલાવી લેશો તો અમારી અને તમારી વચ્ચે ખાઈ રહેવાની જ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





