ગાંધીનગર,તા.૨૭
રાજ્યમાં સૌથી લાંબા સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલના સાથી દિનેશ બાંભણિયાએ આજે તેના સાથી પર જ સણસણતા આરોપ લગાવ્યા છે. હાલ હાર્દિક મામલે દિનેશ બાંભણિયાએ પુરાવા સાથે મોટા ખુલાસાઓ કર્યો છે. બાંભણિયાએ હાર્દિકના ઉપવાસને રાજકીય નાટક ગણાવ્યું છે.
દિનેશ બાંભણિયાએ હાર્દિક પર આરોપ લગાવ્યો છે કે, અનામતનો મુદ્દે ભૂલીને હાર્દિક રાજનીતિ કરે છે. ગુજરાતમાં ત્રીજા મોરચો ઉભો કરવા હાર્દિક સાથે સોદાબાજી થઈ છે. હાર્દિક પટેલનું જેડીયુ સાથે કનેક્શન છે. જેથી જેડીયુના મહામંત્રીએ હાર્દિકના સારવાર માટે ખર્ચો કર્યો છે. દિનેશે આ મુદ્દે કહ્યું કે, હાર્દિકને કેમ ખબર પડી કે તેને સારવાર લેવા જવું પડશે. બેંગ્લોરમાં હાર્દિકે ૩.૬૦ લાખનો ખર્ચ સારવાર પાછળ ખર્ચ્યા છે,જ્યારે મસાજ પાછળ હાર્દિકે ૫૦ હજારનો ખર્ચો કર્યો છે.
આ સિવાય ૧૯ સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્હી ગયો હતો. અને દિલ્હીમાં ભરપૂર ડાંસ કર્યો હતો તેનો વીડિયો હાલ મારી પાસે છે. તો દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે હાર્દિકની બેઠક થઈ હતી.
આ સિવાય દિનેશે આરોપ લગાવ્યા છે કે, ગુજરાતમાં માલવણ ખાતે પાટીદાર માહપંચાયતની જાહેરાત કરાઈ હતી. ત્યારે હાર્દિકે કોઈને પણ જાણ કર્યા વગર મહાપંચાયત બોલાવી હતી અને તેમાં જીતુ વાઘાણીને બોલાવ્યા હતા. હાર્દિકનું ઉપવાસ આંદોલન રાજકીય ષડયંત્રના ઈશારે કરાયું હતું. હાર્દિક પટેલે જેડીયુ સાથે દિલ્હી અને બેંગલોરમાં જિંદાલ હોસ્પિટલમાં મિટિંગ કર્યા બાદ ઉપવાસ આંદોલન કર્યું હતું.
હાર્દિક પટેલે ૨૫મીએ ઉપવાસની શરૂઆત કરી અને ૭ સપ્ટેમ્બરે જિંદાલ નેચર કેર હોસ્પિટલમાં બુકિંગ કરાવ્યું હતું. હોસ્પિટલનો બુકિંગ રોજના રૂ.૩૬ હજાર પેટે ચાર્જ ૩.૬૦ લાખ અને ૫૦ હજાર મસાજનો ખર્ચનો સમાવેશ થાય છે. સોદાબાજી મુજબ ગુજરાતમાં ત્રીજા ફ્રન્ટ ઊભો કરવો અને કોંગ્રેસ તથા ભાજપનો ફાયદો ન થાય એ રીતે ભવિષ્યમાં જે કોઈ લોકસભા કે વિધાનસભા ચૂંટણી આવે ત્યારે પાછળથી ટેકો આપવા સોદાબાજી કરવી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




