દ્વારકા,તા.૨૭
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષે ચોમાસાની વરસાદની અછતને કારણે જગતના તાતની પરિસ્થિતિ ખરાબ થઈ છે. દ્વારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂત સોમા બુધા રોશીયાએ પાક ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા પાકના ખેડૂતોની આત્મહત્યા નકારવામાં આવી છે. આત્મહત્યાનો પ્રયાસ કરેલા ખેડૂતને ખંભાળીયા ખાતે હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
દ્વારકાના જિલ્લાના ઘ્રાસણવેલ ગામે રહેતા ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા સોમા બુધા રોશીયાનો પાક વરસાદની અછતના કારણે નિષ્ફળ જતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમના પરિવારે જણાવ્યું કે, પાક નિષ્ફળ જવાથી તેઓ ઘણા દિવસથી ચિંતિત દેખાઇ રહ્યા હતા અને આજે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






