નેધરલેન્ડ,તા.૨૭
અવકાશમાં બાળકના જન્મનો વિચાર કોઈ સાયન્સ ફિક્શન બ્લોકબસ્ટરનો પ્લોટ લાગશે, પરંતુ વૈજ્ઞાનિકો મુજબ આગામી ૬ વર્ષમાં આવું કરવું શક્ય બનશે. સ્પેસલાઇફ ઓરિજિને જાહેરાત કરી છે કે ૨૦૨૪ સુધી અવકાશમાં પહેલા બાળકના જન્મ માટે તૈયારી કરી રહ્યું છે અને સંસ્થા આ માટે વોલન્ટિઅર્સ શોધમાં છે.
સ્પેસલાઇફ ઓરિજિનના ફાઉન્ડર અને સીઇઓ કીસ મલ્ડરે જણાવ્યું કે માનવજાતિ મલ્ટીપ્લેનેટરી પ્રજાતિ બનવા ઇચ્છે છે તો તેણે અવકાશમાં પ્રજનન કરવાના ઉપાયો શીખવા પડશે. તેમની સંસ્થાએ દાવો કર્યો છે કે તે એક સ્પેસ-ભ્રૂણ-ઇનક્્યૂબેટર બનાવી રહી છે, જેને ૨૦૨૧માં ઇંડા અને સ્પર્મ સાથે અવકાશમાં મોકલવામાં આવશે
સંસ્થા મુજબ ઇંડા અને સ્પર્મના મેળાપથી અવકાશમાં ભ્રૂણ વિકસવા લાગશે, પરંતુ સંસ્થાએ તેની પ્રક્રિયા વિશે કોઇ પણ માહિતી આપી નથી. ચાર દિવસ પછી ઇનક્્યૂબેટર પૃથ્વી પર પરત આવશે અને અહી તેની કુદરતી ગર્ભાવસ્થા અને પ્રસવની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે.
અવકાશમાં બાળકના જન્મ માટે સંસ્થાના પ્રવક્તાએ માહિતી આપી હતી કે ૨૪થી ૩૬ કલાકના એક અભિયાનમાં ધરતીથી ૨૫૦ માઇલ ઉપર એક મહિલા બાળકને જન્મ આપશે, જે દરમિયાન સભર્ગા મહિલા સાથે ટ્રેન્ડ અને દુનિયાની સર્વશ્રેષ્ઠ મેડીકલ ટીમ પણ હાજર હશે. તેમના મુજબ આ પ્રક્રિયામાં આવતા સંભવત બધા જ જાખમોના નિવારણ માટે ટીમ સક્ષમ છે. અવકાશમાં ગર્ભાધારણની પ્રક્રિયા ખૂબ જ મોંઘી રહેશે, સંસ્થા મુજબ તેનો ખર્ચ ૨,૫૦,૦૦૦ ડોલરથી ૫૦ લાખ ડોલર સુધીનો રહેશે, જ્યારે અવકાશમાં બાળકના જન્મની પ્રક્રિયાનો ખર્ચ તેનાથી પણ વધારે આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




