અમદાવાદ,તા.૨૮
બેંગાલુરૂ ખાતે નેચરકવ્યોર સારવાર લઈને પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે અમદાવાદ આવી ગયા છે. હાર્દિક પટેલ દ્વારા હવે ગાંધી જયંતીથી ફરી એકવાર સામાજિક ન્યાય અને ખેડૂતોના દેવાં માફીની માંગણી સાથે પ્રતિક આંદોલન માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હાર્દિક પટેલે કરેલા ટવીટ પ્રમાણે તે ગુજરાતના ૨૮ જિલ્લાઓમાં લગભગ તમામ વિસ્તારોને આવરી લે તેવા ૧૫૦ ગામોમાં પ્રતિક ઉપવાસ કરી ગામેગામ લોકક્રાંતિ માટે આહવાન કરશે. રાજ્ય સરકારને ખેડૂતોની પડી નહીં હોવાનું જણાવતા હાર્દિક પટેલે માર્મિક ટકોર કરતા કહ્યુ છે કે, જા ધારાસભ્યોના પગાર વધારવામાં ના આવ્યા હોત તેમણે આત્મહત્યા કરી હોત..! આ મુદ્દે કોંગ્રેસે પણ વિરોધ કર્યો નહીં એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દ્વારા સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરનાર હાર્દિક પટેલે તેના ત્રણ વર્ષ બાદ ગયા ઓગસ્ટ મહિનામાં આમરણાંત ઉપવાસ આંદોલન કર્યું હતું. જા કે, ૧૯ દિવસ સુધી ઉપવાસ કરવા છતાં સરકારે એકપણ માંગણી અંગે નમતું નહીં જાખતાં હાર્દિક પટેલે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના વડાઓની લાગણીને માન આપી પારણાં કર્યા હતા. આ ઉપવાસ આંદોલન દરમિયાન હાર્દિકની તબિયત કથળતા તે બેંગાલુરૂ ખાતે નેચરકવ્યોર સારવાર લેવા માટે ગયો હતો. આ સારવાર સંપન્ન થતા જ હાર્દિક પટેલ આજે અમદાવાદ આવી ગયો છે. આ સાથે હાર્દિક પટેલ દ્વારા ગાંધી જયંતીને ૨ ઓક્ટોબરથી ફરી એકવાર ઉપવાસ આંદોલન શરૂ કરવા માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં ગાંધી જયંતીએ મોરબી જીલ્લાના બગથળા ગામમાં પ્રતિક ઉપવાસ કરી પાટીદાર આંદોલનનો ફરી આરંભ કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



