લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્ટિવ : ઈન્દ્રનિલે સમર્થકો સાથે બેઠક યોજી

0
7

રાજકોટ,તા.૨૮
મંત્રી કુંવરજી બાવળીયાએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ તેમના કટ્ટર હરિફ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરુ ફરી સક્રિય થયા છે. આજે તેણે ઉપલેટા ખાતે કોંગી કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ઈન્દ્રનિલે સદ્દભાવના ઉપવાસ, સાયકલ યાત્રા અને લોકસભા ચૂંટણીને લઈ રણનીતિ ઘડી હતી.
આ દરમિયાન તેણે પોરબંદરથી રાજકોટ સુધીની સાયકલ યાત્રાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ સાયકલ યાત્રા ૨ ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિથી ૮ ઓક્ટોબર સુધી યોજવામાં આવશે. આ સાયકલ યાત્રા પોરબંદરથી શરૂ થઈને રાણાવાવ, કુતિયાણાથી લઈ ઉપલેટા અને ત્યાર બાદ રાજકોટ સુધી એમ વિવિધ તાલુકા તથા ગામોમાં ફરશે. આ દરમિયાન લોકશાહી બચાવવા માટે લોકોને જાગૃત કરવાની યોજના ઘડવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY