બોટાદ,તા.૨૮
બોટાદમાં મન હચમચાવી નાંખે તેવી ઘટના બની છે. બોટાદના બરવાળામાં વિદ્યાર્થીનો હાથ સળીયામાં ઘૂસી ગયો હતો. જે પછી સળિયો કાપીને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે બરવાળાની ઝબૂબા હાઇસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ રમી રહ્યાં હતાં. ત્યારે જ એક દિવાલ પર લાગેલા સળિયો વિદ્યાર્થીના હાથની આંગળીઓ વચ્ચે ઘુસી જતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાની જાણ ૧૦૮ને કરવાથી તરત જ તેને લોખંડના સળિયા સાથે જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
લોખંડનો સળિયો વિદ્યાર્થીના હાથમાં ઘુસી જતાં આસપાસ રમતા બાળકો પણ હેબતાઇ ગયા હતાં. સળિયો એટલો જારથી ફસાયો હતો કે તેને સળિયા સાથે જ ૧૦૮ની એમ્બ્યુલન્સમાં બેસાડી દેવામાં આવ્યો હતો.
બાળકના હાથમાંથી સળિયો કાપવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બધાના જીવ તાળવે ચોંટી ગયા હતાં. બાળકે હિંમત બતાવીને હોસ્પિટલમાં સળિયો કઢાવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






