(પ્રશાંત દયાળ),તા.૨
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને નવ દિવસ થઈ ગયા છે. હાર્દિક પટેલના ઉપવાસને રાજ્યભરમાંથી ટેકો મળશે તેવી પાટીદાર નેતાઓને અપેક્ષા હતી પણ અપેક્ષા પ્રમાણે પાટીદારો અને ખેડૂતોનું હાર્દિકને સમર્થન મળી રહ્યુ નથી. ઉપવાસના પહેલા દિવસે ભાજપ સરકાર પણ ફફડી ગઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં પોલીસ ઉતારી દેવામાં આવી હતી પણ હાર્દિકને મળેલા નબળા પ્રતિસાદ બાદ હવે ભાજપના ડરમાં પણ ઘટાડો થયો છે. છતાં હાર્દિકની તંદુરસ્તી બગડી રહી છે તે જાતા ભાજપના નેતાઓ માની રહ્યા છે કે ઉપવાસ લાંબા ચાલ્યા તો હવે હાર્દિકને લોકોની સહાનુભુતીનો લાભ મળી શકે છે.
છેલ્લાં લાંબા સમયથી ભાજપ સરકારે મન બનાવી લીધુ છે કે હવે કોઈ પણ મુદ્દે હાર્દિક પટેલ સાથે ચર્ચા ટેબલ ઉપર બેસવુ નહીં. જેના કારણે હાર્દિક દ્વારા જ્યારે ઉપવાસની જાહેરાત કરવામાં આવી ત્યારે ભાજપની નેતાગીરી દ્વારા તેને રોકવા અથવા તેની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો નહીં. હાર્દિક અને કોંગ્રેસના સંબંધો હવે એકદમ સ્પષ્ટ છે. ભાજપનો એક વર્ગ અને રાજ્યના કેટલાંક સિનિયર અધિકારીઓ પહેલા દિવસથી માની રહ્યા હતા કે હાર્દિક જનાધાર ગુમાવી બેઠો છે તે સંજાગોમાં તેને ઉપવાસની મંજુરી આપી દેવી જાઈએ. જેથી કરી તેને પોતાને પણ વાસ્તવિકતાનો અહેસાસ થાય. પરંતુ આ મુદ્દે ગૃહ વિભાગ કોઈ જાખમ લેવા માગતુ ન્હોતુ.
હાર્દિકને ઉપવાસની મંજુરી આપી નહીં અને પોલીસ ઉતારી દિધી જેના કારણે તેને મીડીયા કવરેજ મળવા લાગ્યુ હતું. હાર્દિક પટેલને આટલા લાંબા દિવસ ઉપવાસ ચલાવશે તેવો અંદાજ પણ ન્હોતો. પરંતુ હાર્દિકના મેડીકલ રીપોર્ટ જે પ્રકારે આવી રહ્યા છે તેને ધ્યાનમાં લેતા તેની તબીયત જલદી લથડી રહી છે. હાર્દિક ઉપવાસનો અંત લાવે તે માટે ભાજપે કોઈ પ્રયાસ પણ કરવો જાઈએ નહીં તેવુ ભાજપના સિનિયર નેતા માને છે. જા ભાજપ તેના ઉપવાસ રોકાવી પારણા કરાવશે તો ફરી એક વખત હાર્દિકને રાજકિય ઉંચાઈ મળશે. બીજી તરફ તેની તબીયતને કારણે ધીરે ધીરે હાર્દિકને સમર્થન નહીં આપનાર પાટીદારોને પણ હાર્દિકની ચિંતા થવા લાગી છે જેના કારણે તેને સહાનુભુતી મળી રહી છે.
હાર્દિક ઉપવાસ કરે છે અને સરકારે તેને રોકવા કઈ કરતી નથી તેવી છાપ પણ ઉભી થઈ રહી છે. ટોચના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં હાર્દિકની તબીયતને ધ્યાનમાં લઈ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવશે. હાર્દિક જા સારવાર લેવા માટે તૈયાર ના થાય તો કાયદાની જાગવાઈ પ્રમાણે પણ તેને બળપ્રયોગ કરી હોસ્પિટલ મા દાખલ કરી દેવામાં આવશે. જા કે તે પહેલા હાર્દિકના ઘરની આસપાસ રહેલા તેના સમર્થકોને પોલીસ હટાવી દેશે. હાર્દિકને હોસ્પિટલ માં ભરતી કર્યા બાદ તેના પ્રત્યાધાત પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં પડે નહીં તેની પણ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



