ન્યુ દિલ્હી,તા.૨
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પુસ્તક વિમોચનના અવસર પર રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇશારા ઇશારામાં વિપક્ષ અને ખાસ કરીને કાંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે ગૃહ જ્યારે ઠીકથી ચાલે છે તો ચેર પર કોણ બેઠા છે, તેમાં શું ક્ષમતા છે, શું વિશેષતા છે, તેના પર વધુ લોકોનું ધ્યાન હોતું નથી. સભ્યોના વિચાર જ આગળ રહે છે, પરંતુ જયારે ગૃહ ચાલતું નથી તો ચેર પર જે વ્યક્તિ હોય છે તેના પર ધ્યાન રહે છે. તેઓ કેવા અનુશાસન લાવી રહ્યા છે, કેવી રીતે બધાને રોકી રહ્યા છે આથી ગયા વર્ષે દેશને વેંકૈયા નાયડુને નજીકથી જાવાનું સૌભાગ્ય મળ્યું.
ગૃહ ના ચાલવા દેવા માટે કાંગ્રેસ સહિત આખા વિપક્ષ પર નિશાન સાંધતા મોદીએ કહ્યું કે જા ગૃહ બરાબર ચાલ્યું હોત તો એ સૌભાગ્ય ના મળત. તેના પર ખુદ ઉપરાષ્ટ્રપતિ પણ હસ્યા. વડાપ્રધાન જ્યારે બોલી રહ્યા હતા ત્યારે મંચ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કાંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માની સાથે જ આૅડિયન્સમાં કાંગ્રેસના કેટલાંય નેતા હાજર હતા. પીએમ એ આગળ કહ્યું કે વેંકૈયા નાયડુ અનુશાસન ઇચ્છે છે અને આજે અનુશાસનની વાત કરો તો લોકો અલોકતાંત્રિક, નિરંકુશ ખબર નહીં શું-શું કહેવા લાગે છે. અંતમાં પીએમે કહ્યું કે તેમની (નાયડુ) ઇચ્છા છે કે ગૃહમાં ઉંડાણપૂર્વક ચર્ચા થાય, તેમના સતત પ્રયાસોથી પણ આ સપનું પૂરું થશે.
તેમણે કહ્યું કે કેટલાંક લોકો પુસ્તક માટે વેંકૈયા નાયડુને અભિનંદન આપી રહ્યાં છે, હું તેમને અભિનંદન પાઠવવા માંગું છું કે તેમની જે આદતો હતી તેને બહાર નીકાળીને નવા કામ કરવા માટે. તેના પર ઉપરાષ્ટ્રપતિ સહિત બધા હસવા લાગ્યા. તેમણે કહ્યું કે હું જ્યારે ગૃહમાં વેંકૈયાજીને જાઉં છું તો તેઓ પોતાને રોકવા માટે ઘણી મહેનત કરે છે. પોતાનાને બાંધવા માટે જે કોશિષ કરવી પડે છે અને તેમાં સફળ થવું મોટી વાત છે.
પીએમે કહ્યું કે જ્યારે વેંકૈયા નાયડુ પહેલી વખત મંત્રી બન્યા તો અટલ બિહારી વાજપેયી ઇચ્છતા હતા કે તેમને મોટું મંત્રાલય સોંવામાં આવે. હું તે સમયે મહાસચિવ હતો તો તેમણે કહ્યું કે હું મોટું નહીં ગ્રામીણ વિકાસ મંત્રાલય ઇચ્છું છું વેંકૈયા એ ખુદ અટલ બિહારીને જઇને આ વાત કહી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને લઇ શ્રેય વેંકૈયા નાયડુને જાય છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





