સુરત,તા.૭
અમદાવાદ અને સુરતના રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા બાદ પાસ નેતા અલ્પેશ કથિરીયાને અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જામીન મળતાં જેલ મુકિતનો માર્ગ મોકળો થયો છે. અલ્પેશ કથિરીયાની જેલ મુકિતનો માર્ગ મોકળો થતાં સુરતના પાટીદારોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે. દરમિયાન પાસ નેતા હાર્દિક પટેલ અલ્પેશ કથીરિયાના પિતા સાથે લાજપોર જેલ પહોંચ્યો હતો. જાકે, અલ્પેશ સાથે મુલાકાત ન થતા હાર્દિક અલ્પેશના ઘરે પહોંચ્યો હતો. અને પરિવારને મળ્યો હતો. દરમિયાન હાર્દિકે જણાવ્યું હતું કે, હાર્દિકે પેપર લીક કાંડ અંગે જણાવ્યું હતું કે, તલાટી પેપર લીક બાદ લોક રક્ષક પેપર લીક પણ ઉતર ગુજરાતમાંથી થયું છે. તપાસનો રેલો ભાજપના મોટા નેતા સુધી પહોંચવો જાઈએ.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અલ્પેશને તમામ કેસમાંથી જામીન મળી ગયા છે. જેથી રોજ તેની જેલમાંથી મુકિત થવાની સંભાવના હોવાથી તેના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલ્પેશની મુલાકાતે અલ્પેશના પિતા અને ધાર્મિક માલવિયા સાથે લાજપોર જેલ પહોંચ્યા હતા. જ્યાં મુલાકાત અંગેની અરજી કરી હતી. જાકે, જેલ પ્રશાસને જેલના કાયદા અને નિયમોને આધીન મુલાકાતની ના કહીં હતી.
હાર્દિક પટેલ પાસના કાર્યકર્તાઓ સાથે સુરતમાં આવેલા અલ્પેશ કથરિયાનાં ઘરમાં તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી. બાદમાં સુરત પાસની મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અલ્પેશને જેલમાં નીકળ્યા બાદ પાસ દ્વારા મોટું સરઘસ કાઢવાનું આયોજન કરવામાં આવશે. પાસના કાર્યકર્તાઓ અલ્પેશના ઘરે આવ્યા બાદ ઉજવણી કરશે. ઉલ્લેખનીય છે કે અલ્પેશની જેલ મુકિત માટે પાસ અને એસપીજી દ્વારા મોટાપાયે આંદોલન ચલાવવામાં આવ્યું હતું.
અલ્પેશ કથીરિયાના બહાર આવ્યા બાદ પાસની રણનીતિ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, અલ્પેશ જેલમાંથી બહાર આવ્યા બાદ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને ધામધૂમપૂર્વક તેને ઘરે લઈ જવામાં આવશે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે . જાકે, આજે યોજાનાર મીટીંગમાં નક્કી કરવામાં આવ્યા બાદ જ આગળની રણનીતિ ઘડવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




