હરિદ્વાર,તા.૨૮
હરિદ્વારમાં બે પક્ષોમાં એક પોપટ પરના માલિકી હકને લઇને ઝઘડો થયો. જે એટલો આગળ વધ્યો કે પોલીસ સ્ટેશને પહોંચી ગયો. એક પક્ષનો દાવો છે કે તેમનો પોપટ દોઢ વર્ષ પહેલા અચાનક ઉડી ગયો હતો. જે બે દિવસ પહેલા જ પોતાના પાડોશીને ત્યાં જાવા મળ્યો છે. જ્યારે કે બીજા પક્ષની દલીલ છે કે આ પોપટ તેમનો છે.
જે બાદ બંને વચ્ચે ઉગ્ર તકરાર ચાલી. પોપટ પરના માલિકી હકનો વિવાદ પોલીસ સ્ટેશને પહોંચી ગયો. અંતે પોલીસે આ વિવાદને ઉકેલવા બંનેને સમજાવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઇ પણ પક્ષ એકના મેક ન થતાં પોલીસે બંને પક્ષો પાસેથી લેખિત સહમતી લઇને આ પોપટને વન વિભાગને સોંપી દેવાનો નિર્ણય કર્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



