હાર્દિકનું જીવન લોકતંત્ર માટે ખૂબ જરૂરી : હરિશ રાવત

0
12

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ હાર્દિકની મુલાકાત કરી
અમદાવાદ,તા.૧૧
ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરિશ રાવતે આજે ૧૮ દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન હરિશ રાવતે હાર્દિક પટેલને ઉપવાસ છોડી દેવા માટે વિનંતી કરી હતી.
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. હાર્દિક સાથે મુલાકાત પહેલા તેમણે ન્યૂઝ૧૮ ગુજરાતી સાથે વાતચીત કરતા અનેક મદ્દે ચર્ચા કરી હતી. જોકે, પાટીદાર સમાજને અનામત આપવા અંગે તેઓ મૌન જ રહ્યા હતા.
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અંગે વાતચીત કરતા હરિશ રાવકે કહ્યું કે, “હાર્દિકની ભાવનાથી પ્રેરિત થઈને હું અહીં આવ્યો છું. હાર્દિક મારો નાનો ભાઈ છે. ગુજરાતમાં તેની વાતને દબાવવામાં આવી રહી છે, તેની વાત લોકો સુધી પહોંચાડવા દેવામાં નથી આવતી. ગુજરાત હોય કે કેન્દ્ર, લોકતંત્ર માટે લડતા લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આ લોકતંત્રની હત્યા છે. ભાજપ બોલવાની આઝાદી સમાપ્ત કરવા માંગે છે.
હાર્દિક પટેલ ગુજરાતમાં સંઘર્ષની ભાવનાનો પ્રતિક છે. આવા લોકોની સમાજ અને રાજ્યને જરૂર છે. હું તેમને વિનંતી કરીશ કે તમારું જીવન તમામ લોકો માટે જરૂરી છે. હાર્દિકે ઉપવાસનો ત્યાગ કરવો જોઈએ. હું હાર્દિકને આગ્રહ કરીશ કે પાણી સાથે મધનો પણ ઉપયોગ કરે જેનાથી લીવર અને કિડની પર ખરાબ અસર ન થાય. હું ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ, સમાજિક અને ધાર્મિક સંસ્થાઓને વિનંતી કરીશ કે હાર્દિકને અનશન સમાપ્ત કરવા માટે સમજાવે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY