દર કલાકે પાણી સપાટીમાં ૩ સેન્ટીમીટરનો વધારો થઈ
ગાંધીનગર,તા.૧૧
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં આવકમાં વધારો થતા દર કલાકે પાણી સપાટીમાં ૩ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની જળસપાટી ૧૨૫.૨૬ મીટર પર પહોંચી છે.
ઉપરવાસમાંથી ૬૩૭૨૦ ક્યૂસેક પાણીની આવક થઇ છે. તેની સામે ૧૦૧૨૭ ક્યૂસેક પાણીની જાવક છે. સરદાર સરોવર નર્મદા ડેમ ૭૫ ટકા ભરાઇ ગયો હોવાથા રાજ્યના માથેથી એક વર્ષનું પાણીનું સંકટ દૂર થઈ ગયું છે.
તમને જણાવી દઈએ કે, ડેમનું CHPH પાવર હાઉસનું એક યુનિટ ચાલુ છે. ડેમમાં ગુરૂવારે ૨૨૨૧.૭૯ MCM પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. હાલ CHPH પાવર હાઉસના ૨ યુનિટ શરૂ કરાયા છે. હાલ, જે પ્રમાણે નર્મદા ડેમમાં પાણીની આવક ચાલું છે એ જોતાં આગામી વર્ષે સરકારને ડેડ સ્ટોક વાપરવો નહીં પડે એવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને પણ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેવી સંભાવના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



