હરિયાણાના રેવાડીમાં દુષ્કર્મ કેસ બે લાખનો ચેક નહિ મારે ન્યાય જાઈએ છે : સીબીએસઈ ટાપરની માનુ દર્દ છલકાયુ

0
12

ચંડીગઢ,તા.૧૬
હરિયાણાના રેવાડીમાં દુષ્કર્મનો શિકાર થયેલી CBSC ટોપર વિદ્યાર્થીનીની માતાએ ન્યાય માંગ્યો છે. પીડિતાની માતાએ ૨ લાખનો ચેક પરત કરતા કહ્યુ છે કે પૈસા નહી મારે ન્યાય જાઈએ છે. પીડિતાના પરિવારને સીએમ વિવેક યાદવે શનીવારે ચેક આપ્યો હતો. આ મામલે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યુ છે. આરોપીઓ પર ઈનામ જાહેર કરવામાં આવ્યુ છે, પણ હજુ સુધી આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી.
પીડિતાની માતાએ કહ્યુ કે કેટલાક અધિકારીઓ ચેક આપવા આવ્યા હતા. હું આજે તે ચેક પરત કરી રહી છું. મારે ફક્ત ન્યાય જાય છે. આજે પાંચ દિવસ થયા છે હજુ સુધી આરોપીઓ ખુલ્લામાં ફરી રહ્યા છે. સરકાર મારી પુત્રીની ઈજ્જતની કિંમત લગાવી રહી છે. મારી પુત્રીને કચરામાં નાખીને ફેંકી દીધી. મારી પુત્રીની જીંદગી ધૂળધાણી થઈ છે. મારી પુત્રીની તબીયત ખરાબ છે. તે ડિપ્રેશનનો શિકાર બની છે, મારી પુત્રીને મળી પણ નથી શકતી ડાક્ટરો મારી પુત્રીને મળવા પણ નથી દેતા.
૧૯ વર્ષની યુવતી સાથે સામુહીક દુષ્કર્મ કોચીંગ સેન્ટરમાંથી પરત ફરતી વખતે આવી ત્યારે થયું હતુ. બે યુવકોએ લીફ્ટ આપવાના બહાને ઉઠાવી ગયા હતા. આરોપીઓ યુવતીના જ ગામના હોવાથી ઓળખતી હતી અને તેની સાથે જવા તૈયાર થઈ હતી. રસ્તામાં નશીલું પીણુ આપી તેને સુમસામ જગ્યા પર લઈ જઈ તેના પર સામુહીક દુષ્કર્મ આચર્યુ હતુ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY