હવામાન વિભાગની આગાહી, આગામી દિવસોમાં ગરમીનો પારો ૩૬ થી ૪૦ ડિગ્રી પહોંચશે

0
109

ગાંધીનગર,
તા.૯/૩/૨૦૧૮

અમદાવાદમાં ગરમીનો પારો ૩૬.૪ ડિગ્રી નોંધાયો

હોળાષ્ટક પૂરા થયાની સાથે જ ગરમીની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ચડે તેવી શક્્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પ્રશ્ચિમ બાજુ જતાં ગરમી વધવાની શક્યતાઓ રહેલી છે .રાજ્યના ૧૦ શહેરોમાં ગરમીનો પારો ૩૬ ડીગ્રીથી વધારે નોંધાયો હતો, જેમાં સૌથી વધારે ગરમીનો પારો સંસ્કારી નગરી વડોદરાનો હતો. ગત દિવસોમાં વડોદરા શહેર ૨૮ ડિગ્રી ગરમીમાં શેકાયું હતું.

અમદાવાદમાં ગરમીનો પારો ૩૬.૪ ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો ૩૫ થી ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાની શક્્યતા છે.

દેશભરમાં આગામી દિવસોમાં ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, માર્ચથી મે મહિના સુધીમાં છેલ્લા ૫૦ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે.

જાકે ઉત્તર ભારતમાં સૌથી વધુ ગરમી રહેવાની શક્્યતા છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનો પારો સામાન્યથી ૧.૫ ડિગ્રી વધુ રહેવાની શકયતા છે, તો બીજી તરફ મુંબઈમાં પણ ગરમીએ દસ્તક આપી દીધી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY