ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર વિટોરીની બોલિંગ પર ICC એ પ્રતિબંધ મુકયો

0
78

ન્યુ દિલ્હી,
તા.૯/૩/૨૦૧૮

બે વર્ષમાં ત્રીજી વખત પ્રતિબંધ મુક્યો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે જિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્રાયન વિટોરીની બોલિંગ પર પ્રતિબંધ મૂક્્યો છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલીફાયર ૨૦૧૮ની ઇવેન્ટ પેનલે વિટોરીની બોલિંગ એક્શનને ગેરકાયદેસર ગણાવી છે. નેપાળ સામેની મેચ ટેલિકાસ્ટ ન થયા બાદ અધિકારીઓએ લેફ્ટ આર્મ બોલર વિરુદ્ધ ફરિયાદ કરી. વિટોરીની બોલીંગ પર આઇસીસીએ બે વર્ષમાં બીજી વખત પ્રતિબંધ મુક્યો છે.

આઇસીસી ગેરકાયદેસર બોલીંગના નિયમોના અનુચ્છેદ ૩.૬.૨ અનુસાર મંગળવારે અફધાનિસ્તાન સામેની મેચનીમ વિટોરીના એક્શનને ફિલ્માવવામાં આવી. તેની બોલિંગના વિડિયો ફુટેજને ઇવેન્ટ પેનલના હેનલ બાયન અને માર્ક કિંગને સોપવામાં આવી છે. તપાસ કર્યા બાદ પેનલ તારણ પર આવી છે કે વિટોરીની બોલિંગ એક્શન ગેરકાયદેસર છે અને નિયમોના અનુચ્છેદ ૬.૫ અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની બોલિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વિટોરીની બોલિંગ પર ત્યા સુધી પ્રતિબંધ લાગૂ રહેશે જ્યાં સુધી તે આઇસીસી દ્વારા પસંદ કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં પોતાની બોલિંગનું આંકલન ન કરાવે અને આંકલન બાદ તેમની બોલિંગ એક્શનને કાયદેસર ગણાવવામાં ન આવે. આ વચ્ચે ઇવેન્ટની ટેકનિકલ કમિટીએ વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે ઝિમ્બાબ્વેની ટીમમાં વિટોરીના સ્થાન પર રિચર્ડ નગારાવાને સામેલ કરવાની પરવાનગી આપી દીધી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY